________________
હોય એવો મહાવ્યાધિ ઉત્પન્ન થયે છતે તે પુરુષ તેમના પ્રતિબંધથી એવો વિચાર કરે કે આ માતાપિતાદિક ઔષધ વિના અવશ્ય મરણ પામશે. અને ઔષધ હશે તો મરણમાં સંદેહ છે. એટલે કે કદાચ જીવશે પણ ખરા. વળી આ માતાપિતાદિક કાળને સહન કરે તેવા છે. ટૂંક સમયમાં મરી જાય તેમ નથી એમ વિચારી તેમના ભોજન આચ્છાદન વિગેરે માટે તથા નિર્વાહ માટે સારી ગોઠવણ કરીને તેમના ઔષધ નિમિત્તે તથા પોતાની આજીવિકા નિમિત્તે તેમનો ત્યાગ કરે તે ત્યાગ સારો છે. કેમ કે આ ત્યાગ ફરીથી પરિણામે તેમનો સંયોગ કરનાર હોવાથી વાસ્તવિક રીતે અત્યાગ છે. અને જો ઔષધાદિક માટે તેમનો ત્યાગ ન કરે તો તેવો અત્યાગ પરિણામે મરણજનક થવાથી વિયોગરૂપ હોવાથી વાસ્તવિક રીતે ત્યાગરૂપ જ છે. આ બાબતમાં પંડિતોને ફળની જ, પરિણામની જ પ્રધાનતા-મુખ્યતા છે. એમ નિપુણ બુદ્ધિથી પરિણામદષ્ટિ રાખનારા ધીર પંડિત પુરુષો કહે છે. તે પુરુષ તે માતાપિતાદિકને ઔષધ લાવી આપવા વડે સંભવ હોવાથી જીવાડે. આ રીતે ત્યાગ કરવો તે પુરુષને ઉચિત છે.
सूत्रम्-३
१०३