________________
જીવોને પાળવામાં ધર્મ છે તે જ પ્રમાણે જીવપણું સર્વમાં સમાન હોવાથી જો મમત્વબુદ્ધિ રાખવામાં ન આવે તો તેમને પાળવામાં પણ તેમનો ઉપકાર થવાથી ધર્મ જ છે. કારણ કે સર્વ જીવો પોતપોતાના લક્ષણના ભેદ વડે જુદા જુદા જ છે. માત્ર મોહથી તેમના પર જે મમતા રાખવી, એટલે કે આ પરિવાર મારો છે એવી જે બુદ્ધિ રાખવી તે જ બંધનું કારણ છે. કહ્યું છે કે – “આ સંસારસમુદ્રમાં સર્વ પ્રાણીઓ કર્મરૂપી તરંગોથી અથડાઈને એકઠા થાય છે અને જુદા પડે છે. ત્યાં કોને કોનો બાંધવ જાણવો? કોઈ કોઈનો બંધ પણ નથી ને શત્રુ પણ નથી.” તથા - જેમાં વારંવાર જન્મ-મરણ થયા કરે છે એવા આ અત્યંત મોટા સંસારમાં કોઈ પ્રાણી એવો નથી કે જે અનેક વાર બંધુ ન થયો હોય ઈત્યાદિ. માત્ર સર્વથા પ્રકારે પોતાપણાની ભાવનાથી જ સ્વજન છે પણ વાસ્તવિક રીતે કોઈ કોઈનો સ્વજન નથી.
मूलम् : (२४) तहा तेसु तेसु समायारेसु सइसमन्नागए सिया, अमुगे अहं अमुगकुले अमुगसीसे, अमुगधम्मट्ठाणट्ठिए, न मे तव्विराहणा, न मे तदारंभो वुड्डी ममेयस्स, एयमेत्थसारं, एयमायभूयं एवं हियं । असारमन्नं सव्वं विसेसओ
श्री पञ्चसूत्रम्