________________
મમત્ત = તેમને વિષે જે મમતા રાખવી તે વંધાર = બંધનું કારણ છે
ભાવાર્થ તથા લાભને ઉચિત એટલે શ્રાવકનો ચોથો ભાગ વિગેરે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે દાન દેવું. લાભને ઉચિત પોતાના ભોગમાં વાપરવું, લાભના પ્રમાણમાં પરિવારનું ભરણ-પોષણ કરવું અને લાભના પ્રમાણમાં નિધાનમાં રાખવું. તે વિષે કહ્યું છે કે “ચોથો ભાગ નિધાનમાં રાખવો (સંગ્રહી રાખવો), ચોથો ભાગ ધનની વૃદ્ધિમાં વેપારવ્યાજ વગેરેમાં રાખવો (રોકવો), ચોથો ભાગ ધર્મકાર્યમાં અને પોતાના ઉપભોગમાં વાપરવો તથા ચોથો ભાગ પરિવારના ભરણપોષણમાં વાપરવો.” વળી અન્ય સ્થળે કહ્યું છે કે – “આવકમાંથી અર્ધ અથવા તેથી પણ અધિક ધન ધર્મમાં વાપરવું અને બાકી રહેલા ધન વડે યત્નથી આ લોક સંબંધી સર્વ તુચ્છ કાર્યો કરવાં વિગેરે. તથા પરિવારને સંતાપ ઉપજાવવો નહીં. તેમને પોતાની શક્તિ પ્રમાણે સંસારનું સ્વરૂપ સમજાવી ગુણકારક થવું. સામા ફળની ઇચ્છા રાખ્યા વિના તેમના પર અનુકંપા કરવી અને ભાવથી તેમના પર મમતારહિત રહેવું કારણ કે જેમ બીજા સૂરમ-૨,
६५