________________
भावमंगलं =
ભાવમંગળ છે.
ભાવાર્થ : તથા ગૃહસ્થને ઉચિત એવા તે તે સમ્યક્ આચારોને વિષે ઉપયોગવાળા થવું, કે હું અમુક નામનો, અમુક કુળનો, અમુક ધર્મગુરુનો શિષ્ય અને અણુવ્રતાદિક અમુક ધર્મસ્થાનમાં રહેલો છું. અત્યારે મારે તે ધર્મસ્થાનની વિરાધના થતી નથી (હું વિરાધના કરતો નથી) તેમ જ તેની વિરાધનાનો આરંભ પણ કરતો નથી. પરંતુ અત્યારે મારે તે ધર્મસ્થાનની વૃદ્ધિ થયા કરે છે. આ ધર્મસ્થાન જ આ જગતમાં સારભૂત છે. વળી આત્માની સાથે પરભવમાં જવાથી આત્મભૂત છે. અને સુંદર પરિણામરૂપ હોવાથી હિતકારક છે. બીજું સર્વ ધનાદિક વિશેષે કરીને વિધિરહિત ગ્રહણ કરવાથી અસાર છે. કહ્યું છે કે – “ધન મેળવવામાં અંધ થયેલ પ્રાણી પાપાનુબંધી પુણ્ય વડે કદાચ ધનપ્રાપ્તિરૂપ ફળને પામે તો પણ તે ડિશામિષ (માછલીને પકડવા માટે જેમ તેને લોટની ગોળી ખવડાવે છે અને પછી પકડી લે છે)ની જેમ પરિણામે તે પ્રાણીનો વિનાશ કર્યા વિના રહેતું નથી.” એમ ત્રિલોકબંધુ, પરમ કરુણાવાળા અને
श्री पञ्चसूत्रम्
७०