________________
થાય છે
મવડું = અમે = મમતા રહિત થાય છે. અપરોવતાવી = પરની પીડાનો પરિહાર કરનાર થાય છે વિશુદ્ધ = ગ્રંથિભેદાદિક વડે વિશુદ્ધ થાય છે વિશુદ્ધમાનભાવે = શુભકંડકની વૃદ્ધિ વડે વિશુદ્ધ વિશુદ્ધ
ભાવવાળો થાય છે ભાવાર્થ : આ ઉપર કહેલા ધર્મને નમસ્કાર હો. આ ધર્મના પ્રકાશક તીર્થકરોને નમસ્કાર હો. આ ધર્મના પાલક સાધુઓને નમસ્કાર હો. આ ધર્મની પ્રરૂપણા કરનાર સાધુઓને નમસ્કાર હો. તથા આ ધર્મ અંગીકાર કરનાર શ્રાવકાદિકને નમસ્કાર હો. હું મન, વચન અને કાયાના શુભ વ્યાપાર વડે આ ધર્મ અંગીકાર કરવા ઇચ્છું છું. પરમ કલ્યાણરૂપ જિનેશ્વરોની કૃપા વડે મને આ ધર્મ પ્રાપ્ત થાઓ. આવું એકાગ્રધ્યાન વારંવાર કરવું તથા આ ધર્મ વડે યુક્ત એવા સાધુઓની આજ્ઞા પ્રમાણે વર્તવું. કારણ કે તેમની આજ્ઞાનું પાલન જ મોહ છેદવાનું મુખ્ય સાધન છે. આ પ્રમાણે કુશળાનુષ્ઠાનના અભ્યાસની ભાવનાએ કરીને
૭૮
श्री पञ्चसूत्रम्