________________
વિશુદ્ધ-વિશુદ્ધ પરિણામ થતાં કર્મનો વિનાશ થવાથી આ ધર્મની યોગ્યતા પ્રાપ્ત થાય છે તથા સંસારના દોષ ભાવવાથી તે સંસાર પરથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને તેથી કરીને આ જીવ મમતારહિત, પરની પીડા રહિત, રાગદ્વેષાદિક ગ્રંથિના ભેદાદિક વડે વિશુદ્ધ અને શુભ કંડકની વૃદ્ધિ વડે વિશુદ્ધ વિશુદ્ધ ભાવવાળો થઈ સંવિગ્ન - મોક્ષનો અર્થી થાય છે. આ રીતે ભાવથી સાધુધર્મની પ્રાપ્તિના ઉપાયભૂત અર્થને સૂચવનાર આ બીજા સૂત્રની વ્યાખ્યા પૂર્ણ થઈ.
सूत्रम् - २
७९