________________
થૂલ પરિવરમાં = સ્થૂલ પરિગ્રહવિરમણ રુડ્યારૂ = ઇત્યાદિ, આદિ શબ્દથી દિવ્રતાદિક
ઉત્તરગુણો સમજવા ભાવાર્થ તથા પ્રકારના કર્મના ક્ષયોપશમ વડે ભાવથી ધર્મગુણ અંગીકાર કરવાની શ્રદ્ધા ઉત્પન્ન થાય ત્યારે તે ધર્મગુણોનું સ્વરૂપ વિચારવું, આ ધર્મગુણો જીવના સંક્લિષ્ટ પરિણામને શુદ્ધ કરે છે. તેથી તે સ્વભાવથી જ સુંદર છે. ભવાંતરમાં પણ તેની વાસના ઉત્પન્ન થાય છે. તેથી તે ધર્મગુણો અનુગામી એટલે જીવની સાથે જનારા છે. તથા પ્રકારે સ્વપરને પીડાદિક નહીં કરવાથી પરોપકારી છે અને પરંપરાએ મોક્ષનું કારણ હોવાથી પરમાર્થના હેતુરૂપ છે એમ વિચારવું. વળી આ ગુણો નિરંતર અભ્યાસ નહીં હોવાથી પાળવા દુષ્કર છે. તેથી જો આ ધર્મગુણોનો ભંગ થાય તો ભગવંતની આજ્ઞાનું ખંડન થવાથી તે જ ગુણો દારણ એટલે મહાભયંકર થાય છે. અર્થાત વ્રતભંગ થવાથી દુર્ગતિ આદિક પ્રાપ્ત થાય છે. તથા તે ભંગ કરનાર જીવ ધર્મને દૂષણ લગાડનાર થવાથી મહામોહનીય કર્મને બાંધે
૪૬
श्री पञ्चसूत्रम्