________________
ભાવાર્થ-જેમ અંધ માણસ પડી જવાના ભયથી પોતાને દોરનારનો આશ્રય કરે છે, જેમ વ્યાધિવાળો માણસ દુઃખના ભયથી વૈદ્યનો આશ્રય કરે છે, જેમ દરિદ્ર માણસ પોતાની આજીવિકા માટે ધનવંતનો આશ્રય કરે છે અને જેમ ભય પામેલો માણસ શરણને માટે મહાસુભટ નાયકનો આશ્રય કરે છે તેમ ભક્તિ વિગેરે વડે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ધર્મમિત્રોનો આશ્રય કરવો. તેમના આશ્રય વિના બીજું કાંઈ પણ સુંદર નથી, એમ જાણી તેમનું બહુમાન કરવું. તેમની આજ્ઞાની ઈચ્છા કરવી, આજ્ઞા આપે ત્યારે તેનો અંગીકાર કરવો, તેમની આજ્ઞા વિરાધવી નહીં, અને તેમની આજ્ઞા પ્રમાણે ઉચિતપણાએ કરીને ક્રિયાનુષ્ઠાન કરવું.
मूलम् : (२१) पडिवन्नधम्मगुणारिहं च वट्टिज्जा गिहिसमुचिएसु गिहिसमागारे सु परिसुद्धाणुट्ठाणे परिसुद्धमणकिरिए परिसुद्धवइकिरिए परिसुद्धकायकिरिए ।
छाया : (२१) प्रतिपन्नधर्मगुणाहं च वर्तेत गृहिसमुचितेषु गृहिसमाचारेसु परिशुद्धानुष्ठानः परिशुद्धमनः क्रियः, परिशुद्धवाक्क्रियः परिशुद्धकायक्रियः ॥
सूत्रम्-२