________________
છે. તેમ જ વળી વિપક્ષ(અધર્મ)ના અનુબંધની પુષ્ટિ થવાથી ફરીને-ભવાંતરમાં તે ગુણો પામવા દુર્લભ થાય છે. જેમ તેમ પામી શકતા નથી. આ પ્રમાણે વિચારીને પોતાની શક્તિ પ્રમાણે શાસ્ત્રમાં કહેલા વિધિ વડે અત્યંત ભાવના ઉલ્લાસપૂર્વક તે ગુણો અંગીકાર કરવા. પરંતુ તેનો ભંગ થતાં દારુણ ફળ - વિપાકપણું હોવાથી વિના વિચારે પ્રવૃત્તિ કરવી નહીં. તે ધર્મગુણો આ પ્રમાણે છે - સ્થૂલ હિંસાથી વિરામ પામવું-૧, સ્થૂલ અસત્યથી વિરામ પામવું-૨, સ્થૂલ ચોરીથી વિરામ પામવું-૩, સ્થૂલ મૈથુનથી વિરામ પામવું-૪, અને સ્થૂલ પરિગ્રહથી વિરામ પામવું૫ ઇત્યાદિ એટલે આદિ શબ્દથી દિગ્વિરતિ વિગેરે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતો પણ જાણવાં.
मूलम् : (१७) पडिवज्जिऊण पालणे जइज्जा, सयाऽऽणागाहगे सिया, सयाऽऽणाभावगे सिया, सयाऽऽपरतंते सिया । आणा हि मोहविसपरममंतो, जलं दोसाइजलणस्स, कम्मवाहिचिगिच्छासत्थं कप्पपायवो सिवफलस्स ।
छाया : (१७) प्रतिपद्य पालने यतेत, सदाज्ञाग्राहक: स्यात्, सदाज्ञाभावकः स्यात्, सदाज्ञापरतंत्र: स्यात् । आज्ञा सूत्रम् - २
४७