________________
ભાવાર્થ લોકો પર અનુકંપા રાખતો, તેઓ અધર્મન પામે એટલા માટે લોકવિરુદ્ધ કાર્ય બિલકુલ કરવાં નહિ અને લોકવિરુદ્ધ કાર્ય કરીને માણસો પાસે ધર્મની નિંદા કરાવવી નહિ. કારણ કે એ નિંદા અશુભ અધ્યવસાય રૂપ હોવાથી સંક્લેશ એટલે સંક્લિષ્ટ પરિણામરૂપ જ છે. ધર્મ પરનો દ્વેષ ઉત્કૃષ્ટ અબોધિના બીજરૂપ છે. અર્થાત્ અબોધિમિથ્યાત્વ પમાડનાર છે. એમ ધારી ધર્મનિંદાનો સર્વથા ત્યાગ કરવો – થવા ન દેવી. વળી આ પ્રમાણે વિચારવું કે - આ અબોધિફળ (મિથ્યાત્વ) થકી બીજો કોઈ પણ અનર્થ નથી અથતુ આ જ મોટામાં મોટો અનર્થ છે. આ અબોધિફળ સંસારરૂપી અટવીમાં હિતમાર્ગ દેખાડનાર નહીં હોવાથી અંધત્વરૂપ છે. નરકાદિકનું કારણ હોવાથી અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરનારું છે. સંક્લિષ્ટ પરિણામની મુખ્યતા હોવાથી સ્વરૂપે કરીને જ અતિદાણ છે તથા પરંપરાએ ઉપઘાત કરનાર હોવાથી અત્યંત અશુભનો અનુબંધ કરનાર છે. તે માટે જ કહ્યું છે કે, “ધર્મને આચરનારા સર્વને લોકોનો જ આધાર હોય છે. તેથી લોકવિરુદ્ધ અને ધર્મવિરુદ્ધ કાર્યનો અવશ્ય ત્યાગ કરવો.”
श्री पञ्चसूत्रम्
५४