________________
સુહાવળિજો = સુખે કરીને દૂર કરવા લાયક, સંપૂર્ણ
વિનાશ કરવા લાયક સિગા = થાય છે. અપુમાવે = ફરીથી તેવા પ્રકારનો કર્મબંધ નહીં
કરવાથી અપુનર્ભાવવાળું સિગા = થાય છે.
ભાવાર્થ: આ પ્રમાણે આ સૂત્રનો સંવેગ સહિત પાઠ કરનાર અથવા બીજા પાસે સાંભળનાર અથવા તેના અર્થનું ચિંતવન કરનાર મનુષ્યના અશુભ કર્મના અનુ બંધ મંદવિપાકને લીધે શિથિલ થાય છે. પુદ્ગલો દૂર થવાથી હાનિને પામે છે – પાતળા થાય છે અને વિશેષ પ્રકારના અધ્યવસાયને લીધે મૂળથી જ ક્ષીણ થાય છે. ત્યાર પછી અનુબંધ રહિત જે કાંઈ અશુભ કર્મ બાકી રહ્યું હોય તે આ સુત્રપાઠાદિક વડે ઉત્પન્ન થયેલા શુભ પરિણામે કરીને સામર્થ્ય-શક્તિ રહિત થાય છે. મંત્રના પ્રભાવથી કંકણ વડે બાંધેલા વિષની જેમ અલ્પ ફળ આપનાર થાય છે, સુખે કરીને સંપૂર્ણ વિનાશ કરવાલાયક થાય છે અને ફરીથી તેવા પ્રકારનો ઉત્કૃષ્ટ કર્મબંધન થાય તેવું અપુનર્ભાવવાળું થાય છે.
श्री पञ्चसूत्रम्