________________
नयविंशिका-३ अथेदं नयज्ञानं प्रमाणमप्रमाणं वेत्याशक्य तदुभयविलक्षणमेवेति निश्चिनोति - नयज्ञानं प्रमाणं वाऽप्रमाणमिति कथ्यताम् । शृणु नयः प्रमाणांशः समुद्रांशवदिष्यते ॥३॥
नयज्ञानं प्रमाणमप्रमाणं वेति कथ्यताम् ? (इति प्रश्ने) शृणु (उत्तरं) नयः समुद्रांशवत् प्रमाणांश इष्यत इत्यत्रान्वयः ।
प्रमाण-नययोर्भेदमपश्यन् कश्चित्प्रत्यवतिष्ठते, ननु नयः प्रमाणमेव, स्वपर(अर्थ)व्यवसायित्वात्, प्रत्यक्षवदिति चेत् ? न, असिद्धेः, नयस्य स्व-अर्थंकदेशव्यवसायितया स्व-अर्थव्यवसायित्वाभावात् । अथ नयविषयतयाऽभिप्रेतोऽयमर्थैकदेशो वस्त्ववस्तु वा ? आद्येऽथैकदेशस्यापि वस्तुतया स्वार्थव्यवसायित्वानपायाद् नयस्य प्रामाण्यमेव स्याद्, अन्त्ये खपुष्पादिवदवस्तुविषयकतया मिथ्याज्ञानत्वमेवेति चेत् ? न, द्वयोरपि विकल्पयोरनभ्युपगमात्,
આ નયજ્ઞાન પ્રમાણ છે કે અપ્રમાણ ? એવી શંકાને ધ્યાનમાં લઈને, એ એ બન્નેથી વિલક્ષણ જ છે એવો નિશ્ચય જણાવે છે -
ગાથાર્થ - નયજ્ઞાન પ્રમાણ છે કે અપ્રમાણ ? તે કહો. સાંભળો - નયજ્ઞાન એ પ્રમાણનો અંશ છે એવું સમુદ્રાંશની જેમ જ્ઞાનીઓને માન્ય છે.
ગાથાનો અન્વય-અન્વયાર્થ સુગમ છે. વિવેચન - પ્રમાણ અને નયના તફાવતને ન પકડી શકનારો કોઈક શંકા કરે છે.
શંકા - નય એ પ્રમાણ જ છે, કારણ કે એ સ્વ-પર (=અર્થ) નો નિશ્ચય કરાવનાર છે, જેમકે પ્રત્યક્ષ. (અર્થાત્ “સ્વ-પરવ્યવસાયિત્વ' રૂપ પ્રમાણનું લક્ષણ નયમાં જાય છે, માટે એ પ્રમાણભૂત જ છે.)
સમાધાન-નયમાં સ્વપરવ્યવસાયિત્વરૂપ હેતુ અસિદ્ધ હોવાથી તમારો અનુમાનપ્રયોગ ટકી શકતો નથી. નય પરનો = અર્થનો નિશ્ચય કરાવનાર હોતો નથી, પણ અર્થના એકદેશનો નિશ્ચય કરાવનાર હોય છે.
શંકા - નયના વિષય તરીકે તમને અભિપ્રેત આ અર્થકદેશ વસ્તુ છે કે અવસ્તુ? પ્રથમ વિકલ્પમાં એ અર્થકદેશ પણ વસ્તુરૂપ હોવાથી નય પ્રમાણરૂપ બની જ જશે, કારણ કે સ્વ-અર્થવ્યવસાયિત્વ એમાં અક્ષત છે. બીજા વિકલ્પમાં નય મિથ્યાજ્ઞાનરૂપ બની જશે, કારણ કે. એનો વિષય ખપુષ્પની જેમ અવસ્તુ છે.
સમાધાન - આવી શંકા બરાબર નથી, કારણ કે અમે આ બેમાંથી એક પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org