SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ नयविंशिका-३ अथेदं नयज्ञानं प्रमाणमप्रमाणं वेत्याशक्य तदुभयविलक्षणमेवेति निश्चिनोति - नयज्ञानं प्रमाणं वाऽप्रमाणमिति कथ्यताम् । शृणु नयः प्रमाणांशः समुद्रांशवदिष्यते ॥३॥ नयज्ञानं प्रमाणमप्रमाणं वेति कथ्यताम् ? (इति प्रश्ने) शृणु (उत्तरं) नयः समुद्रांशवत् प्रमाणांश इष्यत इत्यत्रान्वयः । प्रमाण-नययोर्भेदमपश्यन् कश्चित्प्रत्यवतिष्ठते, ननु नयः प्रमाणमेव, स्वपर(अर्थ)व्यवसायित्वात्, प्रत्यक्षवदिति चेत् ? न, असिद्धेः, नयस्य स्व-अर्थंकदेशव्यवसायितया स्व-अर्थव्यवसायित्वाभावात् । अथ नयविषयतयाऽभिप्रेतोऽयमर्थैकदेशो वस्त्ववस्तु वा ? आद्येऽथैकदेशस्यापि वस्तुतया स्वार्थव्यवसायित्वानपायाद् नयस्य प्रामाण्यमेव स्याद्, अन्त्ये खपुष्पादिवदवस्तुविषयकतया मिथ्याज्ञानत्वमेवेति चेत् ? न, द्वयोरपि विकल्पयोरनभ्युपगमात्, આ નયજ્ઞાન પ્રમાણ છે કે અપ્રમાણ ? એવી શંકાને ધ્યાનમાં લઈને, એ એ બન્નેથી વિલક્ષણ જ છે એવો નિશ્ચય જણાવે છે - ગાથાર્થ - નયજ્ઞાન પ્રમાણ છે કે અપ્રમાણ ? તે કહો. સાંભળો - નયજ્ઞાન એ પ્રમાણનો અંશ છે એવું સમુદ્રાંશની જેમ જ્ઞાનીઓને માન્ય છે. ગાથાનો અન્વય-અન્વયાર્થ સુગમ છે. વિવેચન - પ્રમાણ અને નયના તફાવતને ન પકડી શકનારો કોઈક શંકા કરે છે. શંકા - નય એ પ્રમાણ જ છે, કારણ કે એ સ્વ-પર (=અર્થ) નો નિશ્ચય કરાવનાર છે, જેમકે પ્રત્યક્ષ. (અર્થાત્ “સ્વ-પરવ્યવસાયિત્વ' રૂપ પ્રમાણનું લક્ષણ નયમાં જાય છે, માટે એ પ્રમાણભૂત જ છે.) સમાધાન-નયમાં સ્વપરવ્યવસાયિત્વરૂપ હેતુ અસિદ્ધ હોવાથી તમારો અનુમાનપ્રયોગ ટકી શકતો નથી. નય પરનો = અર્થનો નિશ્ચય કરાવનાર હોતો નથી, પણ અર્થના એકદેશનો નિશ્ચય કરાવનાર હોય છે. શંકા - નયના વિષય તરીકે તમને અભિપ્રેત આ અર્થકદેશ વસ્તુ છે કે અવસ્તુ? પ્રથમ વિકલ્પમાં એ અર્થકદેશ પણ વસ્તુરૂપ હોવાથી નય પ્રમાણરૂપ બની જ જશે, કારણ કે સ્વ-અર્થવ્યવસાયિત્વ એમાં અક્ષત છે. બીજા વિકલ્પમાં નય મિથ્યાજ્ઞાનરૂપ બની જશે, કારણ કે. એનો વિષય ખપુષ્પની જેમ અવસ્તુ છે. સમાધાન - આવી શંકા બરાબર નથી, કારણ કે અમે આ બેમાંથી એક પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy