________________
૨
नयज्ञानान्तर्गडुत्वशङ्का तत्समाधानं च मम जातमि 'त्येव लोकाः प्रतियन्ति, न तु तत्रापेक्षात्वमपीत्यपेक्षात्मकनयज्ञानसत्त्वे किं प्रमाणम् ? अत आह-हि = निश्चितं, मिश्रितं = विरुद्धत्वेन प्रतीयमानैर्नानाधमैः करंबितं वस्तु अपेक्षां विना विवेचयितुं = विवक्षितैकधर्मप्रकारकनिश्चयविषयीकर्तुं न शक्यमित्यादि ।
किञ्च 'वस्तु द्रव्यात्मकमेव' इत्याद्यसद्ग्रहे 'वस्तु न द्रव्यात्मकम्' इत्यादि खण्डनमप्यावश्यकम् । न च तत्प्रमाणेन कर्तुं शक्यं, तेन तस्य द्रव्यात्मकताया अपि ज्ञापनादिति तदर्थं नयज्ञानस्योपयोगः । तथा वैराग्यसंपादनार्थं 'सर्वं क्षणिकम्' इति ज्ञापकस्य पर्यायार्थिकस्य नयस्योपयोगः, निर्लेपत्वादिसाधनार्थं 'जीवः पुष्करपलाशवन्निर्लेपः' इत्यादि ज्ञापकस्य द्रव्यार्थिकस्य नयस्योपयोग इति न नयज्ञानं तन्निरूपणं वा निरर्थकमिति ॥२॥
કરવા માટે “નય” જરૂરી બની રહે છે. નયોપદેશમાં કહ્યું જ છે કે – “સત્ત્વ-અસત્ત્વ વગેરે ધર્મોથી યુક્ત પદાર્થો અંગે અપેક્ષાવચન એ નય છે. અપેક્ષા વિના મિશ્રિત સ્વરૂપનો વિવેક કરવો શક્ય હોતો નથી.” એની વૃત્તિનો જરૂરી અંશ આવો છે -
ઘટોડસ્તિ' વગેરે વાક્ય સાંભળવાથી “ઘટવિષયક શાબ્દબોધ મને થયો' એવી જ પ્રતીતિ લોક કરે છે. નહીં કે ત્યાં કોઈ અપેક્ષાની પણ. અર્થાત્ કોઈક અપેક્ષાએ જ મને ઘડાનું અસ્તિત્વ જણાયું છે - આવી પ્રતીતિ કાંઈ લોક કરતું નથી. તેથી અપેક્ષાત્મક નયજ્ઞાન હોવામાં શું પ્રમાણ છે ?” આવી શંકાને દૂર કરવા માટે કહે છે - પરસ્પર વિરુદ્ધ હોવારૂપે ભાસતા વિવિધ ધર્મોથી મિશ્રિત વસ્તુનો અપેક્ષા વિના(= સ્વદ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવની અપેક્ષા વગેરે રૂપ અપેક્ષા વિના) વિવેક કરવો શક્ય હોતો નથી = વિવક્ષિત એક ધર્મથી બોધ કરવો શક્ય હોતો નથી = ઘટાદિ વસ્તુમાં અસ્તિત્વનાસ્તિત્વ વગેરે રૂપ પરસ્પર વિરુદ્ધ ભાસતા બન્ને ધર્મો હોય છે. એમાંથી માત્ર અસ્તિત્વનો જ બોધ કરવો હોય તો સ્વદ્રવ્યાદિની અપેક્ષા લાવવી જ પડે, કારણ કે એ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ જ “અસ્તિ' હોય છે.
વળી, “વસ્તુ દ્રવ્યાત્મક જ છે' વગેરે રૂપ ગલત આગ્રહ બંધાઈ ગયો હોય ત્યારે વસ્તુ દ્રવ્યાત્મક નથી” વગેરે રૂપે એનું ખંડન પણ જરૂરી બને છે. આ ખંડન પ્રમાણથી તો થઈ શકતું નથી, કારણ કે પ્રમાણ તો તેને દ્રવ્યાત્મક હોવારૂપે પણ જણાવે જ છે. માટે, નયજ્ઞાન જરૂરી બન્યું રહે છે. તથા વૈરાગ્ય વિકસાવવાનું પ્રયોજન હોય તો “સર્વ ક્ષણિક એવું જણાવનાર પર્યાયાર્થિક નય ઉપયોગી બને છે અને જો નિર્લેપતા વગેરે સાધવાના હોય તો “જીવ પુષ્કરકમલના પત્રની ભાંતિ નિર્લેપ છે' વગેરે જણાવનાર દ્રવ્યાર્થિકનય ઉપયોગી બને છે. માટે, નયનું જ્ઞાન કે નિરૂપણ નિરર્થક નથી. યારા હવે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org