________________
રાખવા વધારે ઈચ્છતા. શ્રેણુિંક પણ તેમની સાથે બધુભાવ રાખી મિત્રતા સાચવતે. તે રાજાના તાબામાં અંગદેશ અને મગધ દેશ એવા બે દેશો હતા શ્રેણિક રાજા પ્રથમ બૌદ્ધ ધર્મ પાળતો હતો પણ પાછળથી મહામુની અનાથી નામના નિગ્રંથને અચાનક મેળાપ થવાથી શ્રેણિકે મુનીને પૂછ્યું કે આપ કોણ છો ? ઉત્તર મળ્યો કે હું અનાથી બની છું. શ્રેણિક પોતે વિદ્વાન હતું જેથી અનાથ શબ્દનો વ્યુત્પત્તિ પ્રમાણે અર્થ કરી મુનીની મજાક કરી કહ્યું કે તમારે કોઈ નાથ ન હોય તે હું તમારો નાથ થાઉં. આ વચન સાંભળી અનાથી મહા નિગ્રંથ નિર્ભયતાથી કહ્યું, કે “તું તારે પોતાને નાથ નથી તે મારા નાથ શીરીતે થઈ શકીશ?” આવા નિર્ભય ઉત્તરથી શ્રેણિક રાજા પોતે સ્તબ્ધ થયો અને પોતે જાણ્યું કે આ મને ઓળખતે નથી તેથી આમ કહે છે, એમ વિચારી પિતે ફરીથી કહ્યું કે તમે મને ઓળખતા હે તેમ લાગતું નથી. હું અંગદેશ અને મગધદેશનો ધણી શ્રેણિક રાજા છું. એટલે એ બંને દેશને હું ધણી-નાથ છું. અને રાજગૃહનગર મારું રાજ્યધાનીનું શહેર છે.
અનાથી મુનીએ કહ્યું કે, હે રાજન ! એ વાત મારા જાણવા બહાર નથી. તમે વિધાન છતાં નાથ અને અનાથ શબ્દને સ્પષ્ટ અર્થ સમજી શકયા નથી એમ કહી તેમણે પિતાનું અનાથપણું કહી બિતાવ્યું
અંગે દેશ હાલ બંગાળા કહેવાય છે અને મગધ હાલ બિહારના નામથી પ્રસિદ્ધ છે. * ૧ અનાથી મુનીએ પિતાનું અનાથપણું કહી બતાવ્યું તે બધું અહી લખી શકાય નહિ. જીજ્ઞાસુએ ઉત્તરાધ્યયનનું ૨૦ મું અધ્યયન જોઈ લેવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com