________________
૨૫
- શ્રેણિકરાજા દાસીઓના મુખથી એવું વૃતાંત સાંભળી વ્યાકુળ થયા. અને ત્યાંથી શીધ્ર, ત્વરિત ચપળતાથી ઉઠીને જ્યાં ધારણદેવી છે, ત્યાં આવ્યા અને દાસીઓના કહેવા પ્રમાણે ધારણુદેવીને આર્તધ્યાન ધ્યાવતાં જુએ છે. પછી પોતે પૂછવા લાગ્યા, હે દેવાનુપ્રિયા ! તમે શા કારણથી આર્તધ્યાન ધ્યાવો છો ? કે જેથી શરીરે દુબળાં પડી ગયાં છો ?
શ્રેણિક રાજા આ પ્રમાણે પૂછે છે પણ ધારણદેવીનું ધ્યાન નહિ હોવાથી રાજાને કંઈપણ જવાબ દેતી નથી તેથી, રાજા વધારે વ્યાકુળ થઈ વારંવાર પૂછવા લાગ્યા, પણ ધાણદેવી એવા ઉંડા આર્તધ્યાનમાં બેઠેલાં હતાં, કે શ્રેણિક રાજા તરફ કે તેમના વચન તરફ ધ્યાન આપ્યું નહિ. જેથી શ્રેણિક રાજા વધારે સભ્રાંત થયા. અને ધારણુદેવીને કહેવા લાગ્યા, કે જે તમારા મનની વાત અમને નહિ કહે તો દેવગુરૂના કોહવાળાં થશો. શું? અમે તમારા મનની વાત જાણવાને લાયક નથી ? કે જેથી તમારા મનની વાત અમારાથી છુપાવી તમે મનમાં કલેશ પામે છે. - શ્રેણિકરાજાના આવા સેગન સાંભળી ધારણદેવીને ભાન આવ્યું, અને રાજા પ્રત્યે કહેવા લાગ્યાં, હે સ્વામિન! મને તે ઉદાર સ્વપ્ન આવ્યા પછી આજ ત્રણ માસ પૂર્ણ થયા છે અને અકાળે મેઘને દેહદ ઉત્પન્ન થયે છે. ( એમ કહી પિતાને ઉપજેલો દેહદ કહી સંભળાશે.) હે સ્વામિન ! જેના આવા દેહદ પૂર્ણ થતા હશે, તે માતાઓને ધન્ય છે. હું પણ આ દેહદ પૂર્ણ કરવાને ભાગ્યશાળી થાઉં તે કેવું સારું પણ આ દેહદ પૂર્ણ થવો અશકય લાગવાથી તુમને જણાવ્યું નહિ, અને પૂર્ણ ન થવાથી હું શરીર જીર્ણ થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com