________________
૩૬
કચ્છમાં નદીઓમાં નદીઓના સંગમમાં, તથા પત્ર, ફળ, ફૂલ અને પલ્લવેને મહણ કરતી, સ્પર્શ કરતી.પુને સુંધતી, ફળોને ખાતી તેમજ બીજને આપતી વૈભારગિરિની પાસેની ભૂમિમાં પિતાને દેહદ પૂર્ણ કરતી તરફ ફરવા લાગી. આથી તેને દેહદ પૂર્ણ થયો. ( પુણ્યશાળી પ્રાણીઓને શું દુર્લભ છે ? અભયકુમાર જેવા ભાગ્યશાળીને દેવ મિત્ર હોય તેમાં નવાઈ નથી અને દેવ પણ પિ તાના પૂર્વ સંગતિનું કાર્ય વિના સંકોચે કરે છે. એ પણ પૂણ્યની બલીહારી છે. શુભ કર્મને ઉદય હોય ત્યાં સુધી સર્વ કેઈ મિત્ર થઈ રહે છે. અને અશુભ કર્મને ઉદય આવે છે ત્યારે તેજ મિત્રો, સજજને વૈરી થાય છે, અહીં અભયકુમારની બીજી ઉત્તમતા નજરે આવે છે. ધારણદેવી પોતાની ઓરથાન માતા છે, છતાં તેમના પર સગી માતા નંદા જેટલેજ પ્રેમ છે, અને તે પ્રેમ તથા પિતાના દુઃખે દુઃખી એ બેઉ વસ્તુઓ ભેગી થવાથી પિતાના પૂર્વસંગતિ દેવની મારફતે તેમનું કાર્ય થાય તેટલા સારૂ અઠમ પિષધ કરી શારીરીક કષ્ટ વેઠયું. પણ મનમાં એમ ન લાવ્યા કે ધારણી કયાં મારી સગી માતા છે કે હું વળી એમની વાતે મારા મિત્ર દેવની મારફતે દેહદ પૂર્ણ કરવા અઠમ કરું.
થડે કાળ એ પ્રમાણે ગાળ્યા પછી ધારણુદેવી પિતાના સેચનક નામના ગંધહસ્તિ ઉપર ચઢી અને શ્રેણુક રાજા પણ શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર બેઠા અને ધારણદેવીના હસ્તિ પાછળ ચાલવા લાગ્યા. આવી રીતે ચતુરંગી સેના વડે રાજગ્રહ નગરમાં પાછી આવી. અને રાજગૃહ નગરના મધ્ય ભાગમાં થઈ પિતાના મહેલમાં આવ્યાં અને સેના વગેરેને તથા સંબંધી જનોને પિતપતાને ઠેકાણે જવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com