________________
વળી હે પુત્ર! તુ સુખ ભોગવવાને લાયક છે. દુઃખ સહન કરે તેવું તારું શરીર નથી. તું શીત, ઉષ્ણ, ભૂખ, તરસ-ખમવાને સમર્થ નથી. તેમજ વાત, પીત, કફ અને સનિપાત જેવા રોગો ખમી. શકુવાને તારું શરીર સમર્થ નથી. તેમજ દક્સેિને પ્રતિકલ.વચને, બાવીસ પરિસહ અને દિવ્યાદિક ઉપસર્ગો તમારાથી સહન થઈ શકશે. નહિ. તે હે પુત્ર! તું હમણું તે આ મનુષ્ય સંબંધીના. ઉદાર કામભોગ ભેગવ અને ત્યાર પછી જ શ્રમણ ભગવંત મહાવીર દેવ પાસે ચારિત્ર ગ્રહણ કરવા તૈયાર થજે.
મેઘકુમાર માતાપિતાનું આવું વચન સાંભળી વળી. બલ્યા, કે હે માતાપિતા ! આ નિગ્રંથ પ્રવચન મંદ સંઘયણવાળાને, ચિત્તની દઢતા રહિત કાયર પુરૂષને, કુત્સિત મનુષ્યોને, એકાંત આલેકનાજ વિષયના સુખની ઈચ્છાવાળાને, પરલકની વાંછા વગરનાને ચારિત્ર પાળવું દુષ્કર થઈ પડે તેમાં કંઈ નવાઈ નથી. પણ ધીર એટલે સાહસિક અને નિશ્રિત વ્યવસાયવાળા પુરૂષને આ પ્રવચન પાળવું લગારે મુશ્કેલ નથી. મારે કરૂણતા એટલે સંયમયેગને વિષે કંઈપણ દુષ્કર નથી. તેથી હે માતાપિતા ! મારાપર કરણ લાવી મને સત્વરે ચારિત્ર લેવાની અનુમતિ આપશો. હું ક્ષણ પણ આ-સંસારમાં રોકાવાને રાચતા નથી. | મેઘમારનાં માતાપિતા વિષયોને અનુકુળ તેજ પ્રતિકુળ ઘણું સામાન્ય વાણુ વડે સંસારમાં રાખવા સારૂ ચારિત્રને ગ્રહણ કરવાનું માંડી વાળવાને કહી થાકયાં, ત્યારે ન છૂટકે વગર ઈચ્છાએ તેમણે “મેદકુમારને કહ્યું, કે હે પુત્ર! તમે તમારી આ રાજ્યલક્ષમીને એક દિવસ પણ ઉ૫ભેગ કરો તે અમારું અંતાણું તે જોઈને ચ થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com