________________
*
હસ્તિઓને તે ઉપરી હતા. તે વખતે તે હાથીને વર્ણ સ્વેત હતા, શંખના દળ જેવો ઉજળો, નિર્મળ, દહીંના ફેરા જેવો, ગાયના દૂધ જેવો, સમુદ્રના ફીણ જેવો અને ચંદ્ર જે શ્વેત હતો. સાત હાથ ઉંચે અને નવ હાથ લાંબો હતે. ઉદરના ભાગે દશ હાથના પ્રમાણ વાળા હતા. તેના ચાર પગ, સુંઢ, પુચ્છ અને લિંગ એ સાત અંગે ભૂમિ સુધી પહોંચે એટલાં લાંબાં હતાં. તેને આકાર જેનારને આનંદ પમાડતો હતે. નીરોગી હતું. પ્રમાણુ યુક્ત અંગવાળ, અગ્ર ભાગમાં ઉંચે, ઉચા મસ્તકવાળે હતો. તેના સ્કંધ વગેરે આસનો શુભ હતાં. તેને પાછલે ભાગ વરાહના જેવો નમેલ હતે. શરીરે હૃષ્ટપુષ્ટ હતું, અને એકપણ અપલક્ષણ નહોતું. સારાંશ કે બધી રીતે તે હાથી સુંદર, મનોહર અને જતાં ચિત્તને આનંદ થાય તેવો હતો. તેને છ દંતુશળ હતા. - તે વખતે હે મેઘ! તું હાથીરૂપે ઘણું હાથી, હાથણીઓ તથા કુમાર અવસ્થાવાળા અને બાલ્યાવસ્થાવાળા હાથીઓને ઉપરી હાઈ તેમની સાથે વસતે હતે. તારા તાબામાં હજાર હાથીઓ હતા. તેમાં ઘણા હાથીઓ હિતમાર્ગને દેખાડનાર, વિવિધ કાર્યમાં પ્રવર્તાવનાર અને યુથની વૃદ્ધિ કરનાર હતા.
તે ભવમાં તું નિરંતર પ્રમાદી, અત્યંત ક્રીડા કરનાર, મૈથુનમાં આશકત અને તેમાં સંતુષ્ટ નહિ થનાર, હાથણીઓ સાથે કામભાગમાં સદા ર પચ્યો રહેતો હતે.
વળી પર્વતની પાસેના ભાગમાં, ગુફાઓમાં, પાછું પડવાના સ્થાનમાં, નાની મેટી નદીઓમાં, ખાડા ખાબોચીઆમાં, કાદવવાળા ખાબોચીઆમાં, અટવીમાં, નીચે પહોળા અને ઉપર જતાં સાંકડા એવા પર્વતમાં, પર્વતોના શીખરેમાં, પુલ જેવા મંચમાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com