________________
છે. એ મધમાર, જંબુસ્વામી અને શાલીભદ્ર જેવા બીજા અનેક પુરૂષોએ એવા વૈભવે છેડયા તેજ તેમનું કલ્યાણ થયું. અને બ્રહ્મદત્ત ચકી આદી જે પુરૂષો મરણ પર્યત વૈભોગમાં રચ્યાપચ્યા રહ્યા, તે દુરગતી પામ્યા અને સંસારમાં પરિભ્રમણ કરે છે. તે
પ્રભુ ગૌતમ જે ચાર જ્ઞાનના ધણી હતા અને ઘણી વાતે પોતે પિતાના જ્ઞાનવડે જાણવાને શક્તિવાન હતા. પણ પિતે હજી સંપુર્ણ નથી અને મારા સર્વા ગુરૂ દેવ હૈયાત છે તો તેમની પાસેથી કેમ ન જાણવું એવી. ઈરાવાળા હતા અને ગુરૂની બહુ સેવા કરનાર હતા. તેમજ પોતાની પૂછાથી બીજા ઓછા જ્ઞાનવાળા મુનીઓ તેમજ બીજાએ પણ જાણી શકે એવી ઈચ્છાવાળા હતા. આકાળમાં પણ એવા ઘણા મુનીઓ છે, કે જેઓ પિતાના ગુરૂને પૂછી તે પ્રમાણે નિર્ણય કરે છે. વળી તેઓ
જ્યારે જ્યારે ભગવાન મહાવીરદેવને પૂછી કરે છે ત્યારે ત્યારે કેટલો વિનય સાચવે છે. અને એ વિનયના પ્રતાપે જ તેમને શાસ્ત્રનું બહાનું જ્ઞાન થએલું. આજ વિનયની ખામી ઘણે ઠેકાણે જોવામાં આવે છે. તેમ કેટલાક ઠેકાણે એવું પણ જોવામાં આવે છે, કે ગુરૂ કરતાં શિષ્ય વધારે જાણકાર થયો તે ગુરૂનું બહુ માન કરતા નથી.
કઈ ગુરૂને પૂછ કરે તે ગુરૂના કહ્યા સિવાય જાણે ગુરૂ કરતાં પોતે વધારે જાણે છે તે બતાવવા પૂછનારને જવાબ આપી દે છે, પણ તેમણે ગૌતમસ્વામીના દષ્ટાંતથી ધડો લઈ ગુરૂની વાતચીતમાં ગુરૂના કહ્યા સિવાય વચ્ચે બોલવું ન જોઈએ. આ લખવું સર્વ સાધુઓને લાગુ પડતું નથી. જ્યાં આ પદ્ધતિ હોય ત્યાં રિબોએ ગુરૂનું બહુમાન કરતાં શીખવું જોઈએ.
આ મેઘકુમાર ચરિત્ર અત્રે પુરું થયું. તેમાં જ્ઞાનાદિક અતિચારે લાગ્યા હોય તે શ્રી ભગવાનની સામે મિચ્છામીદકર્ડ જે.
સમાસ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com