________________
ર
*
કરતા રાજગૃહ નગરના ગુણુરીલ ઉદ્યાનમાં પધાર્યાં. અને સાધુધમને ચેાગ્ય આજ્ઞા માગીને ત્યાં ઉતર્યાં અને સંયમ તથા તપ વડે પેાતાના આત્માને ભાવતા વિચરવા લાગ્યા.
'
તે અવસરમાં મેધમુનીને રાત્રે ધર્માં જાગરિકા કરતાં મધ્યરા ત્રિના વિષે તેમને વિચાર આવ્યા ‘ ભાષા એટલવાના વિચાર કરતાં જ ગ્લાનિ પામું છું. તે! જ્યાંસુધી મારામાં ઉડવાની, બેસવાની, ક્રિયા કરવાની શક્તિ છે, બળ, વીય, પુરૂષકાર, પરાક્રમ, શ્રદ્દા–વાંછા, ધતિસંતાપ અને સંવેગ છે, અને જ્યાંસુધી મારા ધર્માચાય, ધર્મોપદેશક, શ્રમણુ ભગવાન શ્રી મહાવીરદે ગંધ હસ્તિ જેવા ( ક્ષાયિક જ્ઞાનાર્દિક -શુભ અવાળા જિનેશ્વર દેવ) વિચરે છે, ત્યાંસુધીમાં મારે આ રાત્રિ વીતી પ્રભાતે તેજવડે સૂર્યાં દેદીપ્યમાન થાય, ત્યારે પ્રભુશ્રીને વંદના, નમસ્કાર કરી તેઓશ્રીની આજ્ઞા લઈ હું પોતે પાંચ મહાવ્રતા કરી અંગીકાર કરી ગૌતમાર્દિક સત્ર શ્રમણ નિગ્રંથાને તથા નિગ્રંથીણીએને ખમાવી, જેમણે યેાગવતનાદિક ક્રિયા કરેલી:છે, તેવા વિર સાધુઓની સાથે વિપુલ પર્યંત ઉપર ધીમે ધીમે ચડી પેાતેજ ગાઢ સેલ જેવા કાળા પૃથ્વી શિલાપટ્ટકને પડીલેહી સંલેખના કરી ભાત પાણીનું પ્રત્યાખ્યાન કરી પાદાપગમન અનશન ગ્રહણ કરી મૃત્યુની ઇચ્છારહિત વિચરવું એ ઉત્તમ છે.
આવા વિચારમાં રાત્રિ પુરી થઈ અને પ્રભાત થયું. પૂર્વ દિશામાં સૂર્ય ઝળહળી રહ્યો, એટલે મેધમુની ભગવાન શ્રીમહાવારહેવ જ્યાં બેઠા હતા ત્યાં આવ્યા, અને પ્રશ્નને જમણી બાજુથી પ્રદક્ષિણા દેઈ વંદના -નમસ્કાર કરી, ભગવાનથી અતિ દૂર નહિ, તેમ અતિ પાસે નહિ એવા યોગ્ય સ્થળે ભગવાનની સેવા કરતા તેમની સન્મુખ બે હાથ જોડી ખેઠા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com