________________
મેલમુનીના બેઠા પછી ભગવાન શ્રી મહાવીરદેવે મેધમનીને રાત્રે થએલા વિચાર સંભળાવી પૂછયું, કે તને આવા વિચાર થયા હતા ! અને અનસન કરવાની રજા લેવાની ઈચ્છાથી મારી પાસે આવ્યા છે? મેધમુની વિનય ભાવથી પ્રભુશ્રીને કહેવા લાગ્યા, હે સ્વામીન ! આપ કહો છો તે અક્ષર અક્ષર સત્ય છે.
, . ભગવાન મહાવીરદેવ બેલ્યા, કે હે દેવાનુપ્રિયા જેમ સુખ ઉપજે તેમ કર પણ પ્રતિબંધ-ધારેલા કામમાં વિના કરનાર વિલંબ ન કર.
ભગવાનની આજ્ઞા મળતાંજ પોતે હષ્ટતુષ્ટ થઈ મનમાં આનંદ પામી મેધમની પિતાના સ્થળેથી ઉભા થયા. ઉભા થઈ ભગવાનને ત્રણવાર પ્રદક્ષિણા દેઈ વેદના નમસ્કાર કરી, પચ્ચે મહાવત પ્રત્યે આરૂઢ થયા. આરૂઢ થઈ ફરીથી પંચ મહાવ્રતને ઉચ્ચાર કરી ગૌતમાદિક સર્વ સાધુઓને તથા સાધવીઓને ખમાવી ઉત્તમ ચારિત્રવાળા સ્થવિર મુનીઓ સાથે વિપુલ પર્વત ઉપર ધીમે ધીમે ચઢયા, ચઢીને પિતે પિતાના હાથે ગઢ મેઘના જેવા કાળા પૃથ્વીશિલા પદકનું પડિલેહણ કરી. પછી વડીનીતિ, લઘુનીતિની ભૂમિનું પડિલેહણ કર્યું, ને ત્યાં દર્ભને સંથારે પાથર્યો. તેના ઉપર પૂર્વભણ મૂખ કરી પદ્માસને બેઠા. પછી બે હાથ જોડી મસ્તકે અડાડી નમોયુર્ણ વડે બોલ્યા, કે મેક્ષ પામેલા સર્વ તીર્થંકરોને માન મસ્કાર હજે. હાલ વિદ્યમાન એવા ચરમ તીર્થંકરથી મહાવીરદેવ જે સિદ્ધ ગતિ પામવાની ઈચ્છાવાળા છે તે મારા ધર્માચાર્યને નમસ્કાર જે. ગજગ્રહ નગરના ગુણલ ચિત્યમાં બિરાજતા ભગવાનને હું અહીં રહી વાંદુ છું. ત્યાં રહેલા ભગવાન અહીં રહેલા મને જુઓ. એ રીતે ભગવાન અને વાંધા નમસ્કાર કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com