________________
અગવાન મહાવીરદેવની આજ્ઞા પામવાથી એક માસની સાધુની પ્રતિમાને અંગીકાર કરી વિચારવા લાગ્યા. તે પ્રતિમાને યથાસુત્ર, યથાકલ્પ અને યયામાર્ગ અથવા પિતાના ક્ષાપશમમિક ભાવ પ્રમાણે, નહિ કે પિતાના મનોરથ વડે, સમ્યક પ્રકારે કાયાએ કરીને સ્ત્રકાળે વિધિવક પ્રતિમા પ્રહણ કરતા હતા. વારંવાર ઉપગ વડે જાગતા હોવાથી તેને ગાળતા હતા. પારણાના દિવસે લાવેલા આહારમાંથી ગુરૂને આપી બાકીના આહાર કરી પ્રતિમાને શોભાવતા હતા. અથવા અતિચારરૂપ કાદવને–મેલને ધોવાથી શુદ્ધ કરતા. પ્રતિમાન કાળ પૂર્ણ થયા છતાં પણ ઘેડે વધારે કાળ પ્રતિમામાં રહેવાથી તરી જતા. તથા મેં પ્રતિમાનું અમુક અમુક કાર્ય કર્યું છે, એમ પારણાને દિવસે તે કીર્તન કરતા હતા. આ પ્રમાણે સમ્યક પ્રકારે કાયાવડે પ્રતિમાને કરી, પાળી, શોભાવી, તરી તથા કીર્તન કરી, ફરીને તે ભગવાન મહાવીરદેવ સમીપે આવ્યા, અને તેમને વંદના, નસરકાર કર્યો, અને બોલ્યા, કે હે ભગવાન! મારી એક માસની પ્રતિમા પુરી થઈ તે જે આપશ્રીની આજ્ઞા હોય તે હું બીજી બે માસની પ્રતિમા અંગિકાર કરૂં. ભગવાન મહાવીર દેવ બલ્યા, કે જેમ સુખ ઉપજે તેમ કર. પ્રતિબંધ-વિલંબ મા કર.
મેવ મુનીએ મહાવીર પ્રભુની આજ્ઞા મેળવી બીજી પ્રતિમા બે માસની, ત્રીજી પ્રતિમાં ત્રણ માસની, ચોથી પ્રતિમા ચાર માસની, પાંચમી પ્રતિમા પાંચ માસની, છઠ્ઠી પ્રતિમા છ માસની, સાતમી પ્રતિમા સાત માસની અને આડમી, નવમી, તેમજ દશમી, પ્રતિમાઓ સાત સાત અહોરાત્રીની, તથા અગીઆરમી ને બારમી એક " રાત્રી દિવસની એમ બારે ભિક્ષુની પ્રતિમાઓ પુરી કરી . “ . . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com