________________
એસવું, ભૂમિને તેમજ શરીરને પંજીને સુવું, દેવરહીત આહાર કરવો, ભાષા સમિતિ પૂર્વક બોલવું અને યત્નાપૂર્વક પ્રાણ, ભૂત, જીવ અને સની રક્ષારૂપ સંયમને વિષે સમ્યક પ્રકારે ઉદ્યમ કરવો, વગેરે યથાતથ્ય ધર્મ શીખવ્યું.
ભગવાન મહાવીરદેવ પાસેથી મેઘસાધુએ આવા પ્રકારને ધર્મ સાંભળી તે સમ્યક પ્રકારે અંગીકાર કર્યો. પછી તે પ્રકારે. સર્વથા વર્તવા લાગ્યા. સંયમને વિષે ઉદ્યમવંત થયા. . . -
આવી રીતે મેઘકુમાર ઇસમિતિ વગેરેથી યુક્ત એવા અનગાર-સાધુ થયા. - ત્યાર પછી મેઘ અનગાર શ્રમણ ભગવાન મહાવીરદેવની સમીપે રહી સ્થવિર મુનિઓની પાસે સામાયિક વગેરે અગ્યાર અંગેને ભણ્યા. ભણીને એક ઉપવાસ, છ, અટ્ટમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, અર્ધ માસખમણ, માસખમણ વગેરે તપ વડે આત્માને ભાવતા વિચવા લાગ્યા.
ભગવાન મહાવીરદેવ રાજગ્રહ નગર અને ગુણશૈલ નામના ચૈત્યમાંથી નીકળી અન્ય દેશમાં વિહાર કરવા લાગ્યા. - ' ઘણાં વર્ષ મેવમુની આ પ્રમાણે તપશ્ચર્યા કરતા રહ્યા. પછી એક સમયે પ્રભુશ્રીને વાંદી નમસ્કાર કરી કહ્યું, કે આપશ્રી આશા આપે તે હું એક માસની ભિક્ષુની પ્રતિમાને અંગીકાર કરવાની ઈચ્છા રાખું છું. - ભગવાન મહાવીરદેવે કહ્યું, જેમ સુખ ઉપજે તેમ પર પ્રતિ બંધ એટલે ઇચ્છિત કાર્યને વિધાત ન કર-વિલંબ ન કર .
,
,
:
*
*'.
.
.
!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com