________________
ગણરત્ન સંવત્સર નામનું તપ આદર્યું. ભગવાન મહાવીર દેવને એકજ ઉત્તર કે હે દેવાનુપ્રિય જેમ સુખ ઉપજે તેમ કરે. પ્રતિબંધ માં કર. ** જે તપમાં ત્રણ ભાગ સહિત એક વર્ષ કરીને વિશેષ પ્રકારની નિર્જરા રૂ૫ ગુણોની રચના કરવામાં આવે છે તે ગુણરત્ન સંવત્સર નામને તપ કહેવાય છે. અથવા ગુણરૂપી રત્નો જે સંવત્સરમાં હોય, તે ગુણરત્ન સંવત્સર કહેવાય છે. અને તે ગુણરત્ન સંવત્સર, જે તપમાં હોય, તે ગુણરત્ન સંવત્સર તપ કહેવાય છે. આ તપમાં બધા થઈને તેર માસ અને ૧૭ દિવસ ઉપવાસના થાય છે, એટલે કુલ ૪૦૭ ઉપવાસના દિવસ અને ૭૩ દહાડા પારણાના આવે છે, કુલ સોળ માસે આ ગુણરત્ન સંવત્સર ત૫ પુરે થાય છે. તેની સમજણ માટે નીચેના કોઠે જ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com