________________
૭૬
9
અને ધણા કાદવવાળું સંાવર તારા જોવામાં આવ્યું. તેમાં આરા વિનાના માર્ગે થઈને તું જળ પીવા સારૂ પેઠો. તું કાંઠાથી બહુ દૂર ગયા, પણ પાણી પામ્યા નહિ અને કાદવમાં ખુંચી ગયા. તારાથી આગળ જવાયું નહિ, એટલે પાણી પીવા સૂંઢ લાંખી કરી, તે પણ પાણીને પહેાંચી નહિ. એટલે કાદવમાંથી નીકળી પાણી સુધી જવાને ભ્રૂણી મહેનત કરી, પણ ઉલટા કાદવમાં વધારે ખુંચી રહ્યો.
આવી સ્થિતિમાં પડયા હતા. ત્યાં તે પ્રથમ સૂઢ, પગ અને દાંતરૂપી મુશળના મારથી માર મારી જે એક જુવાન હાથીને તારા ટાળામાંથી હ ંમેશને માટે કાઢી મૂકયા હતા. તે જુવાન હાથી પણ અકસ્માત યાગથી પાણી પીવા આવ્યા, અને તેજ દ્રઢમાં પાણી પીવા પૈઠા. પાણી પીતાં પીતાં તે જુવાન હાથીએ તને જોયા. અને જોતાંજ પેાતાનું પૂનું વેર તેને સાંભર્યું. અને તારા ઉપર ક્રોધ આવ્યેા. પૂર્ણ ક્રોધ આવ્યા. અને તેનું રૌદ્ર સ્વરૂપ પ્રગટ થયું. અને ક્રોધાગ્નિ વડે અંતરમાં બળવા લાગ્યા. અને પેાતાનું વેર વાળવા તારી પાસે આવ્યા. અને પોતાના દતુશળથી તારી પીઠમાં ત્રણ વાર પ્રહાર કર્યો અને પેાતાનું વેર પૂર્ણ થયું જાણી, હ્રદયમાં હુ પામ્યા અને પછી પાણી પી જે દિશામાંથી આવ્યા હતા તે દિશાએ ચાલ્યેા ગયા.
જુવાન હાથીના મારથી સુમેરૂપ્રભને શરીરે ઉજળી એટલે જરા પણુ શાંતિ વગરની વેદના ઉપજી. તે આખા શરીરે વ્યાપી રહી. મન, વચન અને કાયાની તુલના કરનારી, કઠાર પદાર્થની પેઠે અનિષ્ટ લાગે તેવી, દુસહ એટલે ખમવી આકરી પડે તેવી વેદના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com