________________
૬૧. ઉત્તમ ક્રિયાવડ રાજ્યાભિષેક કર્યો. મેઘકુમારને સન્યાસન પર બેસાડી શ્રેણિક રાજા તેમની સામે બે હાથ જોડી ઉભા રહી બોલ્યા, કે હે નંદ તમે જય પામે. વિજય પામે, હે ભદ્ર! તમે જય પામે, વિજય પામો, હે જગનંદ! તમારું ભદ્ર-કલ્યાણ થાઓ. તમે નહિ જીતેલાને છતુજે. છતેલાનું પાલન કરજે, છતની મધે નિવાસ કરે. નહિ. જીતેલા શત્રુના પક્ષને જીતો. જીતેલા મિત્રના પક્ષનું પાલન કરે. ભરત રાજાની પેઠે આ રાજગૃહનગર અને બીજાં પણ ગામ નગરનું સર્વ રાજ્યનું અધિપતિપણે પાળે અને સુખે સુખે વિચરે.
મેઘકુમાર રાજ્યપદ પામી મહા હિમવંત પર્વતની પેઠે શોભતે વિચારવા લાગે.
મેવકુમારને માતાપિતાએ કહ્યું, કે હે પુત્ર! અમે તારા કયા અનિષ્ટને નાશ કરીએ ? અને તારા પ્રિયજનને શું આપીએ ? તથા તમને પિતાને શું આપીએ ? તમારા હૃદયમાં શું ઈચ્છા છે, જે હોય તે કહે. અમે તે પ્રમાણે કરવાને તૈયાર છીએ.
મેઘરાજાએ માતાપિતાને કહ્યું, કે મારી એવી ઈચ્છા છે કે કુત્રિકાપણને ત્યાંથી રજોહરણ અને પાત્ર મંગાવે. તેમજ કાશ્યપ એટલે નાયકને બોલાવે.
શ્રેણિક રાજાએ આવાં વચન સાંભળી કૌટુંબિક પુરૂષને બેલાવી આજ્ઞા આપી, કે હે દેવાનુપ્રિય! શ્રી ગૃહ–ખજાનામાંથી ત્રણ લાખ સોનામહેરે લે, અને તેમાંથી બે લાખ સેનામહેરે આપી કુત્રિકાપણની દુકાનેથી રજોહરણ અને પાત્ર લાવે. તેમજ એક લાખ સોનામહોર આપી હજામને બોલાવે.
કૌટુંબિક પુરૂષાએ શ્રેણિક રાજાની આજ્ઞા મળતાંજ હૃષ્ટ તુષ્ટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com