________________
પ્રિય! પૃથ્વી પર યુગ માત્ર દ્રષ્ટિ રાખીને ચાલવું. શુદ્ધ ભૂમિ પર ઉભા રહેવું. ભૂમિને પુંજીને બેસવું. સામાયકાદિને ઉચ્ચાર કરવા પૂર્વક શરીરની પ્રાર્થના કરવી. સંસ્મારક અને ઉત્તરપટને વિષે પોતાની ભુજાનું ઓશીકું કરી, ડાબા પડખે શયન કરવું. વેદનાદિકના કારણે અંગારાદિક દેવ રાહત ભજન કરવું. હિત, મીત અને મધુર વયન બલવું. પ્રમાદ અને નિંદ્રને દૂર કરી, બેધ પામીને પ્રાણ, ભુત, જીવ અને સત્વને વિષે સંયમ વડે સમ્યક પ્રકારે યત્ના કરવી. પ્રાણદિકની રક્ષા કરવામાં જરાપણ પ્રમાદ કરે નહિ.
.
પ્રકરણ સાતમું. મેઘકુમારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસેથી આવો ધર્મ સંબંધી ઉપદેશ સાંભળી સમ્યક પ્રકારે તે ધર્મ અંગીકાર કર્યો. પછી મહાવીરદેવે શીખવેલી શિક્ષા પ્રમાણે ચાલે છે, બેસે છે, ઉઠે છે, તે પ્રમાદ તથા નિકાને ત્યાગ કરીને બોધ પામીને પ્રાણ, ભુત, જીવ અને સત્વની યત્નાપૂર્વક રક્ષા કરવામાં પ્રસાદ તજી સંયમને પાળે છે.
મેઘકુમારે જે દિવસે દીક્ષા અંગીકાર કરી, તેજ દિવસે સાંજે રિક્ષા પર્યાયના અનુક્રમથી શ્રમણ નિરોની શયા-સંથારાનો વિભાગ કરતાં મેઘકુમારને સંથારે-પથારી દ્વારની પાસે થયે.
શ્રમણ નિથ પહેલી અને પાછલી રાત્રિના સમયે વાચનાને માટે, પૂછવાને માટે, પરાવર્તન કરવા માટે, ધર્મની વ્યાખ્યાનું ચિંતવન કરવા માટે, વડીનીતિ, લધુનીતિ માટે બહાર આવતા જતા. તે કારણે કેટલાક સાધુઓને મેવકુમારના હાથને સ્પર્શ થયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com