________________
પગને સ્પર્શ થશે, મસ્તકને સ્પર્શ કર્યો, પેટને સ્પર્શ થયો, કેટલાક મેઘકુમારને ઓળંગી ગયા, કેટલાકના પગની રજ મેઘકુમાર ઉપર પડી, આવી રીતે થવાથી આખી રાત્રીમાંથી એક ક્ષણ વાર પણ મેધકુમાર આંખ મીચવાને સમર્થ થયા નહિ. મતલબ કે તે રાત્રિએ તેમને બીલકુલ ઉંઘ આવી નહિ.
આ પ્રથામાં હાલ ઘણો ફેર પડી ગયું છે. ઘણાં સાધુસાધ વીઓ સંસારીઓ સાથે આલાપ સાલાપમાં વખત ગાળે છે, એટલુંજ નહિ, પણ દિવસે પણ નિવમાં કેટલોક વખત ગુમાવે છે, અને જ્ઞાન ધ્યાનમાં જુજ વખત ગાળે છે. જો કે સર્વ સાધુ, સાધવીઓને આ લાગુ પડતું નથી. ઘણા ઉરમાવંત સાધુ, સાધવીઓ પોતાથી બને તેટલો વધારે વખત જ્ઞાનધ્યાનના અભ્યાસમાં રેકે છે. જેઓ જ્ઞાન ધ્યાનના અભ્યાસમાં ચિત્ત પરોવી પોતાના જ્ઞાનમાં વધારો કરે છે, તેમના તરફ જનસમુહ સહેજે આકર્ષાય છે, ને તેમના પ્રતિ તેમને પૂજ્યભાવ ઉત્પન્ન થાય છે. જે પ્રમાદમાં વખત ગાળી જ્ઞાન ધ્યાનથી વિમુખ રહે છે, તેમની સંસારીઓ ઉપર જોઈએ તેવી છાપ પડતી નથી. તેથી ઘણું શ્રાવક શ્રાવીકાઓ તેમના સમાગમમાં ઓછાં આવે છે.
વળી કેટલાંક સાધુ સાધવીઓ પિતાના સંધાડાના સાધુ સાધવીઓ સાથે, અરે ! પિતાનાં ગુર્નાદિક સાથે સારો મેળ રાખતાં નથી, ને સહેજ સહેજમાં વાંકુ પાડી તેમનાથી જુદા પડી જાય છે, તે ઠીક કહેવાય નહિ તેમણે પોતે વિચારવું જોઈએ, કે પોતે પોતાના: આત્માને તારવા ચારિ લીધું છે, તે ગુદિક તેમજ એકજ સમા ચારીવાળાં સાધુ સાધવી સાથે તેમને કેમ મેળ ન આવે ? અને તેમનાથી જુદા પડીએકલ વિહારી થવા જેટલી હદે જવું પડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com