________________
પુત્ર! આ પ્રાપ્ત થએલા ચરિત્ર યોગને વિષે તમે પ્રયત્ન કરજે વિશેષ પ્રયત્ન કરશે. અને પ્રાપ્ત ન થએલા ચારિત્ર યુગને વિષે ધટના કરજે. તેમાં પરાક્રમ કરજે. હવે અમારી પેઠે બીજાં માતપિતાને માં રેવડાવે છે અમે પણ આ માર્ગેજ વળીએ એવી ઈચ્છા છે. આ પ્રમાણે બંને જણાએ કહી મહાવીરદેવને વંદના નમસ્કાર કરી, પિતાના નગરમાં–પિતાના સ્થળે પાછાં આવ્યાં.
મેઘકુમારે પિતાના હાથે પંચમુષ્ટા લેર કર્યો, અને જ્યાં શ્રમણ ભગવાન મહાવીરદેવ હતા ત્યાં આવ્યા, અને ભગવાનને ત્રણ વાર પ્રદક્ષિણા દઈ વંદના નમસ્કાર કરીને કહ્યું, કે હે ભગવાન ! આ. લોક-સંસાર જન્મ, જરા, રેગ અને મરણરૂપી અગ્નિ વડે બળે છે, સંપુર્ણ રીતે બને છે, તેમાંથી હું બહાર નીકળવા ઈચ્છું છું. જેમ કઈ ઘરધણી પિતાનું ઘર અગ્નિથી બળતું હોય, તે તેમાંથી ઓછા ભારવાળી પણ અતિ કીંમતી વસ્તુઓ બહાર કાઢી, પોતે નિર્ભય સ્થળે જાય, અને વિચારે કે આ વડે ઘડપણમાં, અને હમણાં તથા. પછી, તેમજ આ જન્મમાં મને સુખ મળશે. સમર્થપણું આવશે. મારું કલ્યાણ થશે. તે જ પ્રમાણે મારું આત્મારૂપી ભાંડ મને ઈષ્ટ છે, કાંત છે, પ્રિય છે, મનોજ્ઞ છે. આ આત્મારૂપી ભાંડ વિસ્તાર પામવાથી તે સંસારનો વિચ્છેદ કરનાર થશે. તેથી હું ઈચ્છું છું કે આપ શ્રી પોતેજ મને દીક્ષા આપશો. આપ પિતે જ સુત્ર અને અર્થ શીખવી મને શિક્ષિત કરશે. આપ પિતેજ મને જ્ઞાનાદિક આચાર, ગોચરી, વિનય, વનયિક વ્રતાદિક ચરણ સીતરી, પિંડ વિશુદ્ધિ આદિ કરણસીરી, સંયમ યાત્રા, સંયમને માટેજ આહારનું પ્રમાણ એ સર્વ ધર્મ શીખવશે.
મેઘકુમારની આવી ઈચ્છા હોવાથી મહાવીરદેવે પિતેજ પ્રવજ્યા આપી. અને પોતે જ આચાર વગેરે ધર્મ કહ્યો. પછી કહ્યું કે હે દેવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com