________________
વિચિત્ર દાંડીવાળા, સુમ, શ્રેષ્ઠ અને લાંબા વાળવાળા અને શંખ, કુંદપુષ્પ, જળકણુ તેમજ સમુદ્રના ફીણ જેવા ઉજળા બે ચામરે ગ્રહણ કરી ઉભી ઉભી મેધકુમારને વીંઝવા લાગી. ' વળી ઉપરના ગુણોથી યુક્ત એવી એક સ્ત્રી તેમની પાસે પૂર્વ ભણું મુખ કરી ચંદ્રકાન્ત મણિ, વજરત્ન અને વૈદ્યરત્ન જડેલાં છે, એ નિર્મળ દાંડીવાળે વીંઝણે લઈને ઉભી રહી. એક સ્ત્રી મેઘકુમારથી અગ્નિ ખૂણામાં વેતવર્ણવાળા, રૂપામય, નિર્મળ જળથી ભરેલા, હાથીના મુખની આકૃતિવાળા કળશને લઈને ઉભી રહી.
વળી શ્રેણિક રાજાએ કૌટુબિંક પુરૂને બેલાવી કહ્યું, કે સરખા શરીરવાળા, સરખી વયવાળા, સરખી છબીવાળા, એક સરખાં આભુપણેથી સરખા વેષને ધારણ કરનાર, શ્રેષ્ઠ તરૂણ, એવા એક હજાર પુરૂષોને બોલાવી લાવો. શ્રેણિક રાજાના સેવકે હજાર પુરૂષોને બેલાવા ગયા, તેથી તેઓ હર્ષ પામ્યા, અને સ્નાન કરી સરખાં વસ્ત્રાભૂષણે પહેરી, શ્રેણિક રાજા પાસે આવ્યા, અને પ્રણામ કરી કહ્યું, કે અમારા લાયક કામ હોય તે ફરમાવે.
શ્રેણિક રાજાએ તે હજારે પુરૂષને મેઘકુમારની શિબિકાપાલખી ઉંચકવાની આજ્ઞા આપી. સેવક પુરૂષો રાજાની આ આજ્ઞા સાંભળી ખુશ ખુશ થઈ ગયા. અને રાજાના કહેવા પ્રમાણે મેઘકુમારની પાલખી ઉપાડી – | મેઘકુમારની પાલખી ચાલવા લાગી, તેના મુખ આગળ સ્વસ્તિક ૧, શ્રી વત્સ ૨, નંદાવર્ત ૩, વર્ધમાન ૪, ભદ્રાસન ૫, કળશ ૬, મસ્ય છે, અને દર્પણ ૮, એવાં આઠ મંગલીક ચાલતાં હતાં તેમજ યાચકે તેની જય જય બોલતા આગળ ચાલવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com