________________
થતા હય, જે જોવા લાયક હેય, નિપુણુ કારીગરે બનાવેલી હોય, મણિ અને રનની ઘુઘરીઓ મુકેલી હોય, સ્થંભ પર વજની વેદિક્ષ મુકેલી હેય, જોતાં નેત્રને અતિશય આનંદ મળે તેવી, સુખ સ્પર્શ વાળી, હજાર પુર ઉપાડે તેવી શિબિકા જલદીથી અહીં લાવો. ( કૌટુંબિક પુરૂષએ રાજાની આજ્ઞા સાંભળી, હૃદયમાં, ધારી હe. તુષ્ટ થઈ જેવી કહી હતી તેવી શિબિકા જલદીથી લાવી રાજા આગળ હાજર કરી.
* મેવકુમાર તે શિબિકા પર ચડી તેમાં મૂકેલા સિંહાસન પર પૂર્વ દિશા તરફ મુખ રાખી બેઠા.
મેઘકુમારની માતા ધારણુદેવીએ પણ સ્નાન કરી, બલી કર્મ કરી, સ્ત્રીના જોઈતા શણગાર ધારણ કર્યા. અને સુંદર વસ્ત્રાલંકાર પહેરી શિબિકા પર ચઢી મેઘકુમારની જમણી બાજુએ ભદ્રાસન પર બેઠાં.
મેઘકુમારની અંબેધાત્રી–ધવડાવનારી રજોહરણ અને પાત્રો લઈ મેઘકુમારની ડાબી બાજુએ ભદ્રાસન પર બેઠી.
વળી મેવકુમારની પાછળ મનહર વેશવાળી, સુંદર ગતિ, હાસ્ય, વચન, ચેષ્ટા, નેત્રના વિકાર. વર્ણન કરવામાં નિપુણ, ગ્ય ઉપચાર કરવામાં કુશળ અને સમણિએ રહેલાં ગોળ, ઉંચાં, પુષ્ટ, પ્રીતિ ઉપજાવના અને વિશિષ્ટ સંસ્થાનવાળાં યુગલ સ્તનને ધારણ કરનારી એક સ્ત્રી સોનારૂપા અને ચંદ્ર જેવા પ્રકાશવાળા કેરંટ વૃક્ષની પુષ્પમાળા જેમાં છે, એવું એક ઉજવળ છત્ર મેઘકુમાર ઉપર ધરી લીલા સહીત ડોલતી ઉભી રહી.
- વળી મેઘકુમારની બંને બાજુએ ઉપર સહી તેવી શોભાવાળી બે ના વિવિધ પ્રકારના મણિ, સુવર્ણ, અને રત્નથી જડેલા, ઉજળા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com