________________
૫૯
" :
---
શ્રેણીક રાજા અને ધારણીદેવી અને સમ્યકત્વવાળાં હતાં, તે ભગવાનના માને વિષે પુરણ પ્રીતિવાળાં હતાં, છતાં તેમણે મેષકુમારને ચારિત્ર લેતા અટકાવવાને કેટલા બધા પ્રયાસ કર્યાં ? એ માતાપિતાના પુત્ર ઉપરના રાગ-મેહ નહિ તે ખીજું શું ? બીજા કાઇને દીક્ષા લેવી હાત તે તેનાં માબાપા આ પ્રમાણે અટકાયત કરતાં હોત, તો શ્રેણીકરાજા અને ધારણીદેવી બને તેમને સમજાવવા મંડી પડત, અને પારકા છોકરાને જતી કરવામાં સૌ ઉત્સુક હાય છે તે સાબીત કરત. આજ આ પ્રથામાં કેટલા ફેર પડયા છે ? દીક્ષાના ઉમેદવારા માબાપની સાથે આવી ીતે સમજાવટ કરી અનુમતિ મેળવી દીક્ષા લેવાને બદલે માબાપ પાસેથી છાનામાના નાશી જઈ તેમની આજ્ઞા વિના ાના માના દીક્ષાએ લે છે, તે ધમ ગુરૂએ પણ તેમને વગર રજાએ દીક્ષા આપે છે, જેથી શ્રીમંત ગાયકવાડ સરકાર તેના અટકાવ કરવાને કાયદા કરવાનું ધારે છે,ને તેને ઘણા આગેવાના (જૈતા તેમજ જૈનેતર) સંમત થયા છે. તે વાખ્ખી છે કે ફ્રેમ ? તે નક્કી કરવાનું કામ મારૂં નથી, પણ એટલું તેા નિશ ંકપણે કહી શકાય કે દીક્ષાના ઉમેદવારેા અને તેમના ગુરૂએ માબાપને આવી રીતે સમજાવી રજા મેળવી દીક્ષા લે આપે તેમાં વાંધા લેવા જેવું નથી. ગુરૂએએ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ જોઇને લાયક ઉમેદવારને જ દીક્ષા આપવી. દીક્ષા લેનાર શા વાસ્તે દીક્ષા લે છે તેનું ખરૂં કારણ તપાસવુ જોઈએ. તે ખરા વૈરાગ્યથી દીક્ષા લે છે કે બીજો કાઈ હેતુ સાધવા દીક્ષા લે છે. તે અવશ્ય જોવુ જોઇએ. ખરા વૈરાગ્યથી દીક્ષા લેનાર લાયક માણુસ દ્ગુણી સુધી ચારિત્ર એક સરખું જ પાળે છે.
કેટલાક કેસોમાં ગુરૂઓ એકરાંને નસાડે છે, તે,સતાડે છે. તેમનાં માબાપો તેમને જોવાને કલ્પાંત કરે છે અને કરગરે છે, પશુ દીક્ષા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com