________________
૫૧૭
પ્રવચન સત્ય, સર્વોતમ અને અદિત્ય છે. પ્રતિપૂર્ણ એટલે મેાક્ષને પમાડનારા ગુણાથી ભરેલું છે. મેાક્ષમાં લઈ જવાના સ્વભાવવાળું છે. સમસ્ત પ્રકારે શુદ્ધ એટલે ખામી વગરનું છે. માયાદિક શલ્યના નાશ કરનારૂં છે. હિતાર્થીની પ્રાપ્તિના માગ છે. પાપકમના નાશના ઉપાય છે. સિદ્ધિક્ષેત્રને માર્ગ છે. એજ પ્રમાણે નિર્વાણુના માર્ગો છે. એટલે સથા કર્રરહિત એકાંત સુખવાળા મેાક્ષને માર્ગ છે. સવ દુઃખા ક્ષય કરવાને ઉપાય છે. જેમ સ` પેાતાના ભક્ષ મેળવવામાં નિશ્ચળ દૃષ્ટિ રાખે છે, તેમ આ પ્રવચનમાં નિશ્રળ દૃષ્ટિ રાખવાની છે. આ પ્રવચન સજાયાની માફક એક ધારવાળું છે. એટલે અપવાદરૂપ માર્ગના અભાવવાળુ છે. મીણના દાંતે લેાઢાના ચણા ચાવવા જેવું છે. વેળુના કાળીઆના જેવું સ્વાદ વગરનું છે. ગ ંગા નદીના સામાપુરે જવા જેવું દુષ્કર છે. હાધવડે મહાસાગર તરવા દુષ્કર છે. તેમ ચારિત્ર પાળવું દુષ્કર છે. તીક્ષ્ણ ધારવાળા ખડગની ધારાને ખભે ચાટવા જેવું અને ભારે શિલાને ઉંચકવા જેવું દુષ્કર છે. તલવારની ધાર પર ચાલવા જેવું દુષ્કર છે. હે પુત્ર! શ્રમણ નિશ્ર્ચથાને આધાકર્મી, ઔઘેશિક, · વેચાતુ લઈને આપવા આવતા હાય તે, ખાસ સાધુ માટે સંધરી રાખેલું, રચિત-સાધુનેજ વાસ્તે લાડુ વગેરેના ભુકાને પા લાડવા રૂપ કરે તે, · દુકાળમાં સાધુને માટેજ રાંધેલું, સાધુને માટે અરણ્યમાં પકાવેલું, વૃષ્ટિને લીધે ઉપાશ્રયમાં આવી સાધુ માટે પકાવેલું, માંદા માણસે સાજા થવાની આશાએ સાધુને આપે તે, એવા દુષિત આહાર સાધુને લેવા કલ્પતા નથી. તેમજ મૂળ, કુળ, કંદ, ડાંગર વગેરે ખીજ, લીલાં સ્વાદિષ્ટ ફળ,તણુ, આવી સવ` ભાજનની વસ્તુ સાધુથી ખાવાપીવામાં વાપરી શકાય નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com