________________
તે પછી મને આ સંસારમાં રહેવાને શા વાસ્તે લલચાવે છે ? તે આપ મને અવશ્ય સંજમ ગ્રહણ કરવાની રજા આપશે.
. ધારણીદેવી મેઘકુમારનું આવું બોલવું સાંભળી બોલ્યાં, કે હે પુત્ર ! આ તારા પિતામહ અને તેમના પિતામહ તરફથી વારસામાં સેનુ, રૂપુ, કાંસુ, વસ્ત્ર, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાળ રત્ન વગેરે અખુટ દ્રવ્ય છતું મળેલું છે ને તે સાત પેઢી સુધી ખાઓ, ખરો, દાન આપે, બીજાઓને વહેંચી આપે, તો પણ ખુટે તેવું નથી, તે તેને સદુપયોગ કરાય તેટલે કરા, એવી રીતે કલ્યાણનો અનુભવ કર્યા પછી જ તું ચારીત્ર ગ્રહણ કરજે.
મેઘકુમાર–હે માતા ! આપ જણાવે છે તે ઠીક છે, પણ હિરણ્ય, સુવર્ણાદિક સર્વ દ્રવ્યને ચારનો, અગ્નિને, રાજાને, પિત્રાઈ એને, ભય છે. તેમ મુઆ પછી તે સાથે આવતું નથી, પણ અહીં જ પડી રહે છે. વસ્ત્રાદિક તથા પાત્રાદિક દ્રવ્યને સ્વભાવ ઘણું સંભાળ રાખવા છતાં વણસી જ જવાનું છે. એ દ્રવ્ય ઉપર કહ્યું તેમ આપણું જીવતાં આપણુ પાસેથી તું રહે છે, અને કદાચ રહે છે, તે પણ છેવટે આપણે મરણને અંતે મુકી જવું પડે છે. તો હે માતાપિતા ! હું અત્યારે જ તેના ઉપરથી મોહ ઉતારી તેનાથી કેમ છુટ ન થાઉં? અર્થાત ચારિત્ર લેવામાં શાં વાતે વિલંબ કરું? માબાપ વિષયને અનુકુળ એવી પ્રતિપાદન કરનારી વાણીથી, સંબધ કરનારી વાણથી, વિનંતિવાળી વાણીથી કહેવાય તેટલું કલાથી પણ મેધકુમારને સંસારમાં રાખવાને લલચાવી શક્યાં નહિ. ત્યારે તેમણે વિષયને પ્રતિકુળ, સંયમ માર્ગમાં ભય, ઉદ્વેગ, સંયમમાં પડતા પરિસહથી પાછા પાડવાના એટલે ચારિત્રમાંથી મન ઢિીલું પાડવાનાં વચને કહેવાની શરૂઆત કરી. હે પુત્ર! આ નિગ્રંથ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com