________________
- આ પ્રમાણે કળાચાર્યો મેવકુમારને બેતર કળાઓ સુત્રથી, અર્થથી શીખવી અને પ્રયોગથી સિદ્ધ કરાવી. ત્યાર પછી મેવકુમારને શ્રેણિક રાજા અને ધારણ દેવી પાસે કળાચાર્ય લાવ્યા.
રાજાએ કલાચાર્યને મધુર વચન વડે સાકાર કર્યો અને મેઘકુમારની પરીક્ષા કરી સંતોષ પામી કળાચાર્યને વિપુલ વસ્ત્ર, ગંધ. પુષ્પની માળા, અને અલંકારો આપી સત્કાર, સન્માનથી જીંદગી પર્યત ચાલે તેટધું દ્રવ્ય હર્ષભેર આપ્યું અને કળાચાર્યને સન્માનથી વિદાય કર્યા.
આગળની વિદ્યા આપવા લેવાની અને હાલની વિદ્યા આપવા લેવાની પદ્ધતિમાં કેટલું બધું તફાવત જણાય છે. દરેક ધર્મશાસ્ત્રમાં જુએ તે આજ રીત દેખાય છે. તથા આવી રીતે પ્રત્યક્ષ જેલી છે. કળાચાર્યો–પંડિત-પિતાના ઘરની શાળાઓ ચલવતા અને ત્યાં વિદ્યાર્થીઓ પિતાના ખપની વિદ્યાઓ ઈચ્છા પ્રમાણે શીખતા. શીખીને પારંગત થતા, પછી જ વિદ્યાર્થીનાં માબાપો પરીક્ષા કરી શિક્ષા ગુરૂને દવ્ય આપતા-પ્રથમથી નહિ, તેમજ આજની પેઠે “વર મરો કે કન્યા મરે પણ ગોરનું તરભાણું ભરે.” એ કહેતી અનુસાર વિદ્યાર્થી ભણે કે ન ભ પણ મહિનો થયે એટલે ફી આપવી જ જોઈએ. તેમજ શિક્ષકોને પણ સરકાર તરફથી વેતન મળતું હોવાથી વિદ્યાથી કેટલું ભણ્યો તેની પુરી દરકાર રહેતી નથી. જો કે આ લખાણ ઘણા શિક્ષકને કટાક્ષ રૂપ લાગશે પણ તેની સાબિતિ જેવી હોય તે દર વરસે મેટીકમાં કેટલા વિદ્યાથીએ પાસ નાપાસ થાય છે તેની ખાત્રી કરે. પાસ કરતાં નાપાસની સંખ્યા હંમેશા વધારેજ હોય છે. કેટલીક સ્કુલે સારાં પરિણામ જાહેર કરે છે, પણ તે પુરેપુરાં ખરાં હતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com