________________
૪૭
અને વિજયને સુચવતી વૈજ્યની નામની પતાકા તથા છત્રાતિછત્ર શોભી રહ્યાં હતાં. મહેલનાં શિખરો ગગનતળને ઓળંગી જતાં હોય તેવાં ઉચાં હતાં. તેનાં જાળીની મધે રત્વનાં પાંજરઓ હતાં. તે પ્રાસાદનાં વિકસ્વર નેત્રો જેવાં શાતાં હતાં. તેમાં મણિ અને સુવબની શુમિકા હતી. તેમાં શતપત્ર અને પુંડરીક જતીનાં કમળ કોતરેલાં હતાં. તિલક રત્ન અને પગથીઓ સહીત હતા. ભી તો એ ચંદનના થાપા મારેલા હતા. ચંદ્રકાન્તાદિક વિવિધ મણીઓનાં તારણો લટકાવેલાં હતાં. અંદરથી તેમજ બહારથી સુંવાળા હતા, તેના આંગણમાં સુવર્ણની મહર રેતી પાથરેલી હતી, તે પ્રાસાદને સ્પર્શ આલ્હાદક લાગત. તે અતિશય શોભનિક હોવાથી તે જોવા સારૂ ચિત્ત આકર્ધાતું હતું અને જોઈને અત્યંત આનંદ પામતું.
આ આઠ પ્રાસાદોની વચમાં એક મોટું ભવન ખાસ મેધકુમાર વાસ્તે કરાવ્યું. તેને સંકડે સ્તંભે હતા. લીલા સહિત અનેક પૂતળીઓ જડેલી હતી. તેમાં ઉચી અને સુંદર વજ રત્નની વેદિકા હતી અને તેણે બાંધેલાં હતાં. તે ભવનમાં જુદી જુદી જાતનાં મણિ, સુવર્ણ અને રને જડેલાં હોવાથી તે ઉજવળ દેખાતું હતું. તેનો ભૂમિ ભાગ સરખે, વિશાળ અને રમણિય હતું. તેમાં ઈહિમૃગ, વૃષભ, તુરગ, નર, મકર વગેરેનાં વિચિત્ર ચિત્ર ચિતરેલાં હતાં. સ્તંભે વરત્નની વેદિકાવાળા હોવાથી ભવન રમણિય દેખાતું હતું. તેમાં સમણિએ રહેલાં વિદ્યાધરનાં જોડલાં યંત્ર વડે ચાલતાં દેખાતાં હતાં. તે ભવન સૂર્યના હજારે કિરણ વડે પ્રકાશિત થઈ હજારો ચિત્રે ચીતરેલાં હોવાથી ઘણુંજ દેદીયાન દેખાતું હતું. તે ભવનને જોતાં જ તે જેનારનાં ને ત્યાંજ થંભી રહેતાં.
૧ લંબાઈ કરતાં બમણી ઉંચાઈ હેય તે પ્રાસાદ કહેવાય. ૨ લંબાઈ કરતા ઉચાશકંઈક ઓછી હોય તે ભવન કહેવાય ૩ બંને બાજુના ઓટલાઓ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com