________________
તેમાં રને સુવર્ણ અને મણિની ભુમિકા હતી તેનું અગ્રશિખર જુદી જુદી જાતની પાંચ વર્ણની ઘંટાઓ વાળી પતાકાઓ વડે શોભતું હતું. વળી તે લીધેલું, ધોળેલું અને ચંદરવા સહિત હતું. તેમાં ઠેકાણે ઠેકાણે સુગંધીવાળા પદાર્થો મુકેલા હોવાથી તે ભવન મહેક મહેક થતું હતું. આ રીતે તે ભવન સર્વ રીતે ચિત્તને પ્રસન્ન કરનાર અભિરૂપ, પ્રતિરૂપ વગેરે વિશેષણો સહીત હતું.
શ્રેણિક રાજાએ આ પ્રમાણે ભવન અને પ્રાસાદ કરાવ્યા પછી મેઘકુમારને ઉત્તમ તિથિ, કરણ, નક્ષત્ર અને મુહૂર્તમાં શરીરના પ્રમાણમાં સરખી, વયમાં સરખી, કાંતીમાં સરખી, લાવણ્યમાં સરખી, આકૃતીમાં સરખી, યૌવનમાં સરખી, અને પ્રિયભાષિભાકિ ગુણમાં સરખી, સરખા રાજકુળની, શ્રેષ્ઠ રાજાઓની આઠ કન્યાઓ સાથે અંગમાં અલંકાર ધારણ કરેલી કુમારી કન્યાઓનું સ્ત્રીઓના ધવળ મંગળ ગીત ગવાતાની વચ્ચે એકી સાથે પાણિ ગ્રહણ કરાવ્યું. તે આઠે સ્ત્રીઓને માતાપિતાએ આઠ કરોડ રૂપાનાણું. આઠે કરડ સુવર્ણ મહેર વગેરે આપ્યું. તેમજ આઠ નાટક કરનારી આપી, તેમજ બીજું ઘણું ધને કનક, રત્ન, મણિ. મોતી, શંખ, પવાળાં, રાતાં રત્ન વગેરે ઉત્તમ સારભૂત દ્રવ્ય આપ્યું. તે એટલું બધું આપ્યું, કે તે સ્ત્રીઓની સાત પેઢી સુધી ખાય, ખ, ગરીબગરબાને ઘણું દાનમાં આપે તેમજ પિત્રાઈઓ તથા સંબંધીને આપતાં પણ ખૂટે નહિ તેટલું આપ્યું.
" મેઘકુમારે પણ પોતાની દરેક ભાર્યાને એક એક કરોડ હિરણ્ય, એક એક કરોડ સુવર્ણ, એક એક પ્રેક્ષણનાટક કરનારી આપી. તેમજ બીજું વિપુલ ધન આપ્યું, કે જે પિતે ખાય, ગરીબોને દાનમાં આપે, પિતરાઈને, સગાં સંબંધીઓને પુષ્કળ આપે તે પણ ખુટે નહિ તેટલું દ્રવ્ય આપ્યું. આ પ્રમાણે મેઘકુમાર શ્રેષ્ઠ પ્રાસાદમાં રહ્યો છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com