________________
ભગવત શ્રી મહાવીર દેવે કહ્યું, હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરે, પણ શુભ કાર્યમાં વિલંબ ન કરશો.
. મેવકુમાર મહાવીર દેવની પાસેથી ધર્મ સાંભળી તેમને વંદન નમસ્કાર કરી, જ્યાં પિતાને ચાર ઘંટાવાળા અશ્વરથ હતો ત્યાં આવ્યા, અને રથમાં બેસી પિતાના સુભટ વગેરે પરીવાર સહીત રાજગૃહ નગરના મધ્ય ભાગે થઈ પિતાના ભવનમાં આવ્યા, અને રથમાંથી ઉતરી જ્યાં પોતાનાં માતાપિતા હતાં ત્યાં ગયા. માતાપિતાને પગે લાગ્યા અને બોલ્યા, કે હે માતાજી! પિતાજી! મેં શ્રમણે ભગવાન શ્રી મહાવીર દેવ પાસેથી આત્માનું કલ્યાણ કરનારે ધર્મ સાંભળ્યો, તે ધર્મ મને પૂરેપૂરે રૂ. હું તે ધર્મને વારંવાર ઈચ્છું છું.
માતાપિતા મેઘકુમારનાં વચન સાંભળી બોલ્યાં, કે હે પુત્ર! તું ધન્ય છે. તે પુણ્યવાન છે. તે કૃતાર્થ છે. તારાં અહોભાગ્ય છે. તારા જેવો બીજો ભાગ્યશાળી કેણ હશે ? કે તું ભગવાન પાસેથી ધર્મ સાંભળવા પામ્યો અને તે ધર્મ તું ઈચ્છે છે. વારંવાર ઈચડે છે અને તને રૂચે છે.
ત્યારપછી મેઘકુમાર ફરીને માતાપિતા પ્રત્યે બોલ્યા, કે હે માતુશ્રી ! પિતાશ્રી ! મેં મહાવીર દેવ પાસેથી ધર્મ સાંભળ્યો છે અને તે ધર્મ હું ઈચ્છું છું. તે તમારી રજા મળેથી હું ભગવાન પાસે મુંડ થઈને આ ગ્રહવાસ મુકી સાધુપણું અંગીકાર કરવાને ઈચ્છું છું તે મને આપ અનુમતી આપશે.
ધારણીદેવી પુત્રની આવી, અનિષ્ટ, એકાંત અપ્રિય, અમને (નહી સારી ), નહિ રચતી, કોઈ દિવસ નહિ સાંભળેલી એવી કોર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com