Book Title: Meghkumar Charitra
Author(s): Nagindas Hathisingh Shah
Publisher: Nagindas Hathisingh Shah

View full book text
Previous | Next

Page 61
________________ ૧૩ વાણી સાંભળીને હૃદયમાં ધારીરીતે મનમાં પુત્રના વિયાગનાં ઉત્પન્ન ચએલાં ગુપ્ત દુ:ખા વડે પરાભવ પામ્યાં. શમકુપમાં પાણી ઝરવાથી તેના માત્રમાં પાણી ઝરવાં લાગ્યાં. આખા શરીરે પરસ્વેદ છુટયા. શાકથી તેનું શરીર કંપવા લાગ્યું, તે તેજ રહીત થઈ ગઈ. જાણે દીન અને મન વગરની થઇ હાય, તેમ તેનું મુખ અને વચન દીનતાવાળાં થયાં. હાથથી મસળી નાખેલી કમળની માળા જેવી તે ઝાંખી થઇ ગઇ. મેલકુમારનું હું દીક્ષા ગ્રહણ કરૂ, એવું વચન સાંભળતાંજ તેનું શરીર ગ્લાની પામ્યું, કૃશ થયું, તે લાવણ્ય રહીત થઈ, કીર્તિ રહીત થઈ, શાભા રહીત થઇ. એકદમ શરીર દુ`ળ થવાથી ચુડી વગેરે અલંકારો હાથેથી સરી પડી ભેય પડી ગયા. અને ખીજા અલકારા પણ શિથિલ થયા. તેનું એટેલું વસ્ત્ર ખસી ગયું, સુંદર કેશપાસ વિખરાઈ ગયા. મુર્થાંના લીધે ચિત્તને નાશ થવાથી શરીર ભારે ભારે થઈ ગયું. કુહાડી વડે કાપેલી ઝાડની ડાળ અથવા એજીવ પુરા થવાથી ઉતારી નાખેલી ધજા જેમ ભેાંય પર પડે તેમ તે બ લઈને ભોંય પર પડી ગયાં. ધારણીદેવીની આવી સ્થિતિ થવાથી અતઃપુરનાં આપ્ત જના તેમજ દાસીએએ સુવર્ણ કળશથી તેના શરીર પર શીતળ જળનું સીંચન કર્યું, તેમજ વાંસ અને તાડ પત્રના પંખા વડે જળ મિશ્રિત વાયરા નાખવા માંડયા. જેનાથી તેનામાં ચેતન આવ્યું. તેની આંખામાંથી મેાતીનેા હાર તુટે તેમ દડદડ આંસુની ધારા પડવાથી તેનાં સ્તન ભી'નઈ ગયાં. કરૂણા ઉપજે એવી, મનમાં દુભાતી, દીનતાને પામેલી અશ્રુસહીત શબ્દ કરતી, ધ્રુસકા મુકી રડતી, પરસેવા અને લાળ સુવરાવતી, હૃદયમાં શાકવાળી થઈને આ સ્વરે મેઘકુમારને કહેવા લાગ્યાં, હે પુત્ર! તું મારે એકજ દીકરા છે. અમારી ઇચ્છાના ખાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108