________________
પિતાએ વિપુલ દ્રવ્ય ખરચ સરકાર, પુજા અને માણસોના સમુહ સહિત કરી.
આ પ્રમાણે દિવસે દિવસે વૃદ્ધિ પામતાં આઠ વર્ષની ઉમરનો. થયે, (ગર્ભથી આઠ વર્ષનો થયો, ત્યારે માતાપિતાએ ઉત્તમ તિથિ, કરણ, મૂહૂર્ત ને વિષે કળાચાર્યની પાસે મોકલ્યો. કળાચાર્યે મેઘકુમારને જેમાં ગણિત મુખ્ય છે એવી લેખનને અને પક્ષીઓના શબ્દ, સમજવા સુધીની બહેતર કળાઓ શીખવી તે બહેતર કળાનાં નામ નીચે પ્રમાણે.
૧ લખવાની, ૨ ગણવાની, ૩ રૂપ ફેરવવાની, ૪ નાટકની, ૫ ગાયનની, ૬ વાજિંત્ર વગાડવાની, ૭ સ્વર જાણવાની, ૮ વાજિંત્રો સુધારવાની, ૯ સમાન તાલ જાણવાની, ૧૦ દુત રમવાની, ૧૧ લે સાથે વાદવિવાદ કરવાની, ૧૨ પાસા રમવાની, ૧૩ અષ્ટાપદચોપાટ રમવાની, ૧૪ નગરની રક્ષા કરવાની, ૧૫ જળ અને માટીના મિશ્રણથી નવી વસ્તુઓ બનાવવાની, ૧૬ ધાન્ય નિપજાવવાની, ૧૭ નવું પાણી ઉત્પન્ન કરવાની, શુદ્ધ કરવાની અને ઉભું કરવાની, ૧૮ નવાં વચ્ચે બનાવવાની, તે રંગવાની, તથા પહેરવાની, ૧૯ વિલેપન વિધિ એટલે તૈયાર કરવા, તેની વસ્તુઓ જાણવી, તેને ઉપયોગ કરવાની, ૨૦ શયન વિધિ એટલે શયા બનાવવી, પાણી , સુવાની યુકિત જાણવી, ર૧ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની આય વિગેરે બનાવવાની તથા તેનાં લક્ષણ જાણવાની, ૨૨ પ્રહેલિકા બાંધવાની કળા, ૨૩ મગધ દેશની ભાષામાં ગાથા વગેરે બનાવવાની કળા. ૨૪ પ્રાકૃત ભાષામાં ગાથા વગેરે બનાવવાની. ૨૫ ગીત બનાવવાની, ર૬ અનુપુપ બ્લેક બનાવવાની. ૨૭ સુવર્ણ બનાવવાની, તેના અલંકારે બનાવવા અને પહેરવા, ૨૮ રૂપુ બનાવવું તેના અલકારે બનાવવા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com