________________
એ મારી બુબ્રતા ધારણદેવી પિતાને આકાલે મેઘને દેહદ
- શ્રેણિક રાજાએ અભયકુમારની પાસેથી આ વાત સાંભળી હલ્યમાં ધારી હતુષ્ટ થઈ કૌટુંબિક-સેવક પુરૂને તેડાવ્યા. અને આજ્ઞા આપી કે રાજગૃહ નગરમાં શિગડાના આકારના રસ્તા, ત્રણ રસ્તા ભેગા થતા હોય તેવા રસ્તા, ચાર રસ્તા ભેગા થતા હોય તેવા રસ્તા અને ચૌટાં વગેરેને સીંચન કરી શ્રેષ્ઠ સુંગધીવાળા પદાર્થો છાંટી સુંગધીવાળા કરી મારી આજ્ઞા પાછી આપે. આ હુકમ મળતાંજ સેવક પુરૂષોએ શ્રેણિક રાજાએ કહ્યા પ્રમાણે કાર્ય કરી રાજા પાસે આવી કહ્યું કે સ્વામિન ! આપના કહ્યા પ્રમાણે સર્વ કાર્ય સંપૂર્ણ રીતે કર્યું છે.
તેવીજ રીતે બીજા સેવક પુરૂષને બેલાવી કહ્યું કે તમે જલદીથી અશ્વ, હાથી, રથ અને શ્રેષ્ટ યોદ્ધાઓ સહિત ચતુરંગી સેનાને તૈયાર કરે, તથા સેચાનક નામના ગંધહસ્તિને પણ શણગારે. તે સેવકેએ ત્વરાથી રાજાના કહ્યા પ્રમાણે કાર્ય કરી રાજાને ખબર આપી કે સ્વામિન ! આપના કહેવા પ્રમાણે બધું તૈયાર છે,
શ્રેણિક રાજા સેવક પુરૂષને આજ્ઞા આપી ધારણદેવીના મહેસમાં પધાર્યા અને પાણીદેવીને કહેવા લાગ્યા, કે હે દેવાનુપ્રિયા? ગરવ, વીજળી અને જળબિંદુ સહિત વર્ષાઋતુની લક્ષ્મી પ્રગટ થઈ છે, જે તમારા અકાલ દોહદને પૂર્ણ કરે.
ધારણીદેવી શ્રેણિક રાજાનાં આવાં વચન સાંભળી હત્યમાં ધારી હસ્ટ, તુષ્ટ થઈ સ્નાન કરવાના ગૃહમાં ગયાં, અને ત્યાં સ્નાન કરી, બલીક કરી, તિલકાદિ કૌતક કરી. દહીં, ઘરે વગેરે માંગલિક અને વિબ નિવારક પ્રાયચ્છિત કરી, પગમાં ઝાંઝર અને બીજી યોગ્ય આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com