________________
લધુ. માતા ધારણ દેવીને અકાળે મેઘનો દેહદ ઉત્પન્ન થયો છે. એમ કહી ધારણદેવીને જે પ્રકારે દેહદ થયું હતું, તે સર્વ પ્રકાર કહી બતાવ્યો, અને કહ્યું, કે એ દેહદ તમારી સહાય વિના પૂર્ણ થાય તેમ નથી તે એ દેહદ પૂર્ણ કરે. દેવે અભયકુમારનાં આવાં વચન સાંભળી હુષ્ટતુષ્ટ થઈ અભયકુમારને કહ્યું કે હે દેવાનું પ્રિય! તે સ્વસ્થ ચિત્તવાળો અને મારા પ્રત્યે વિશ્વાસવાળા થા. હું તારી લઘુ માતા ધારણીદેવીને તેં કહ્યું તે તેની ઈચ્છા પ્રમાણેનો દેહદ પૂર્ણ કરીશ. એમ કહી દેવે ત્યાંથી નીકળી ઈશાન કેણુને વિષે વૈભાર પર્વત પર જઈ વૈક્રિય સમુદ્દઘાત વડે સંખ્યાતા એજનના પ્રમાણવાળે દંડ કર્યો, અને સમુદ્દઘાત કરીને ગરવ સહિત, વિજળી સહિત, જળબિંદુ સહિત, પાંચ વર્ણવાળા મેઘના શબ્દ કરી શોભિત દિવ્ય વર્ષાઋતુની લક્ષ્મી વિક, વિકુવીને અભયકુમાર પાસે બીજી વાર આવ્યો અને કહ્યું કે હે દેવાનું પ્રિય ! મેં તારી પ્રીતિને અર્થે ગજરવ સહિત, જળબિંદુ સહિત અને વીજળી સહિત દિવ્ય વર્ષાઋતુની લક્ષ્મી વિમુવી છે, તે હે દેવાનું પ્રિય! તારી લઘુમાતા ધારણદેવી પિતાને અકાળે મેઘનો દેહદ પૂર્ણ કરે.
- અભયકુમાર દેવની પાસેથી આવાં વચન સાંભળી હૃદયમાં ધારી હૃષ્ટતુષ્ટ થઈ પોતાના મહેલમાંથી નીકળીને શ્રેણિક રાજાના મહેલમાં રાજા બેઠા છે ત્યાં ગયા. અને મસ્તકે હાથ અડાડી રાજા-પતાના પિતાને નમસ્કાર કરી કહેવા લાગ્યા. હે પિતા! મારા પૂર્વના મિત્ર સૌધર્મ કલ્પમાં રહેનાર દેવે શીધ્રપણે ઘણીજ ઉતાવળથી ગરવ સહીત, વીજળી સહિત, અને જળબિંદુસહિત પંચવર્ણવાળા મેધના શબ્દ કરીને શોભિત દિવ્ય વર્ષાઋતુની લક્ષ્મી વિકવિ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com