________________
મને ખબર આપો. કૌટુંબિક પુરૂષાએ રાજાની આજ્ઞા પ્રમાણે કા કરી રાજાને આવી કહ્યું, કે આપની આજ્ઞા પ્રમાણે સ કર્યું છે.
ત્યારપછી શ્રેણીક રાજાએ કું ભકાર આદિ જાતિરૂપ અઢાર શ્રેણી અને તેની પેટા જાતિરૂપ અઢાર પ્રશ્રેણીને ખેલાવી અને કહ્યું, કે હું દેવાનુપ્રિય તમે રાજગૃહ નગરમાં જાઓ અને દશ દિવસ સુધી વેચાણુ ઉપરની જકાત માફ કરવામાં આવે છે, ગાયા વગેરે પશુઓ ઉપર દર વરસે જે કર લેવામાં આવે છે; તે આ વરસે ા છે, ખેડુત વગેરે જાતીના ઘરમાં રાજપુરૂષો વેઠના હુકમ કરવા જાય છે, તેવી વેડ કરાવવાની મનાઇ કરવામાં આવે છે, ગુનેગારા પાસેથી ભારે ઈંડ લેવામાં આવે છે તે, અને નાકરા ભુલથી અપરાધ કરે તે બદલ લેવાતા દંડ પણ માફ કરવામાં આવે છે, જેને માથે દેવું હશે તે સંધળુ રાજા ચુકવશે આવું સ્થળે સ્થળે જાહેર કરા. તેમજ સ્થળે સ્થળે મૃદંગ વગેરે વાજીંત્રા વગડાવા. ઠેકાણે ઠેકાણે વિસ્વર પુષ્પની માળાંએ લટકાવો. ઉત્તમ ગણિકાઓમાં જેની પાસે ઉત્તમ નાટકી છે તેમની પાસે નાશ કરાવે. સ` લેાકા આ ઉત્સવમાં ભાગ લે. એ પ્રમાણે દશ દિવસની સ્થિતિ પતિકા–પુત્ર જન્મ મહાત્સવની ક્રિયા કરા અને કરાવા અને મારી આજ્ઞા પાછી આપે. આ હુકમ મળતાં તેઓએ તે પ્રમાણે કાય કરી રાજાજીને ખબર આપી. ત્યારપછી શ્રેણીક રાજા બહારની ઉપસ્થાન શાળામાં ગયા, અને પૂર્વ દિશા ભણી મુખ કરી શ્રેષ્ટ સિંહાસન ઉપર બેઠા અને કરાડ દ્રવ્ય વડે દેવતાદિકની પૂજા કરાવી, યાને દાન દીધાં અને ઉપજતા દ્રવ્યમાંથી પણ ભાગ આપ્યા. તેમજ કુંવરના જન્મ નિમિત્તે પ્રજાજન તરફથી જે ભેટ, સાગાત મળી તે ગ્રહણ કરી.
j
ત્યાર પછી તેમણે પહેલે દિવસે પુત્રનું જાતકર્માં(નાળછેદ કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com