________________
ન
* :
અભયકુમાર શ્રેણિક રાખના મુખથી આવાં વચન સાંભળી હૃષ્ટ, તુષ્ટ પામે આનંદિત થઈ પિતાના પિતાને કહેવા લાગ્યા, કે હું પિતા ! નષ્ટ થએલા મનના વિવેકવાળા તમે તેવું દુષ્પન ન કરે. હું મારી માતાને દેહદ પૂરે કરવાને યત્ન કરીશ અને દેવગુર તેમજ આપની કૃપાથી તે દોહદ પૂર્ણ કરીશ. એમ કહી શ્રેણિક રાજાને ઈષ્ટ, કાંત અને મનહર વાણુ વડે આશ્વાસન આપ્યું.
" શ્રેણિક રાજા અભયકુમારના મુખથી આવાં વચન સાંભળી ધારણીને દેહદ પૂર્ણ થવાની ખાત્રી થવાથી હૃષ્ટ, તુષ્ટ થઈ અભયકુસારનો સત્કાર કરી તેને જવાની રજા આપી.
અભયકુમાર આ પ્રમાણે પિતાના પિતાના સત્કાર, સન્માન પામી શ્રેણિક રાજા પાસેથી નીકળી પિતાના મહેલમાં આવ્યા, અને સિંહાસન પર બેસી વિચાર કરવા લાગ્યા, કે દેવતાની સહાય વગર માત્ર મનુષ્યના ઉપાયથી મારી લઘુ માતાને દેહદ પુરે થવાનો સંભવ નથી. તે સૌધર્મ કલ્પમાં રહેનાર મહદ્ધિક-મહાસુખમાં મગ્ન રહેલો દેવ જે મારે પૂર્વ મિત્ર છે, તેનું મારે પૌષધશાળામાં પોષધ કરી બ્રહ્મચર્ય ધારણ કરી, મણિ સુવર્ણાદિક અલંકાને ત્યાગ કરી, શસ્ત્ર, મુસળ વગેર છોડી દઈ રાગદ્વેષ વિના તેમજ સેવક વગેરેની સહાય વિના એકલા દર્ભના સંથારા પર બેસી અઠમ તપ કરી તે પુર્વના મિત્ર દેવતાનું સ્મરણ કરવું યોગ્ય છે, કે જેથી તે મારે પૂર્વ મિત્ર દેવ અહીં આવીને મારી લધુ માતા ધારણ દેવીને જે રીતે થયો છે તે રીતે દેહદ પૂર્ણ કરશે. - એવું વિચારીને પિષધશાળા હતી ત્યાં આવી પિષધશાળાને પ્રમાર્જે-jજે અને વડીનીતિ લઘુનીતિ પરથવાની ભૂમિને પડિલેહે, દાભના સંથારાનું પડિલેહણ કરીને દાભના સંથારા પર બેઠા. અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com