________________
૨૯. કહે પિતાછ દર વખતે તમે મને દુરથી જોતાંજ આદર આપતા. અને મારું સન્માન કરતા અને બેસવાનું આસન આપતા. પણ આજે તે તેમાંનું કંઈ પણ કરતા નથી, તેથી જણાય છે કે આપ કંઈક ઉંડા વિચારમાં પડેલા હેઈ માનસિક દુઃખ વેદો છે, તેનું કંઈક કારણ હોવું જોઈએ. તે હે પિતાજી આપ આપના મનના દુઃખનું કારણ કંઈ પણ ગેપવ્યા વિના મનમાં કંઈ પણ સંદેહ-મારા તરફનો વહેમ રાખ્યા વિના યથાતથ્ય–જેવું હોય તેવું મને જણાવવા કૃપા કરશે કે જેથી મારાથી બનતી મહેનત અને ઉપાય વડે આપનું કષ્ટ ઓછું કરવાનો પ્રયત્ન કરીશ.
અભયકુમારનું આવું વચન સાંભળી શ્રેણિક રાજા અભયકુમારને કહેવા લાગ્યા કે હે કુમાર ! મારું દુઃખ તમને કહ્યા વિના ચાલે તેમ નથી. તમારા વિના બીજો કોઈ મારું દુઃખ ઓછું કરે તે નથી તે તમે સાંભળે. મારું દુઃખ આ છે. એમ કહી શ્રેણિક રાજા બોલ્યા કે તમારી લઘુ માતા–અપર માતા–ઓરમાન માતા ધારણી દેવીને ગર્ભને ત્રીજો માસ વર્તે છે, ને તેમાં ઘણાંઓને દેહદ ઉત્પન્ન થાય છે તેમ તેમને અકાળે મેવનો દેહદ ઉત્પન્ન થયો છે, એમ કહીને ધારણી દેવીને જે દેહદ ઉત્પન્ન થયો હતો, ને ધારણી દેવીએ તેમને કહ્યો હતો, તે અથથી ઈતિ સુધી જેમ હતે તેમ કહી સંભળાવ્યો. અને કહ્યું કે તે દેહદ કેવી રીતે પૂર્ણ કરે તેના વિચાર મનમાં ગોઠવું છું પણ કઈ રીતે તે દેહદ પુરે કરવાને ઉપાય જડતું નથી તેથી મારા મનમાંથી વિવેકનો નાશ થયો હોવાથી આર્તધ્યાન ધ્યાવું છું. અને તે કારણથી જ તને આવેલ નહિ જાણવાથી તને બેલા નથી, બીજું કંઇ કારણ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com