________________
રૂપ, પામવાને એિલે અને મને ગત સંકલ્પ ઉત્પન્ન થયો, કે જ્યારે
જ્યારે હું પિતાજીને નમન કરવા આવતા, ત્યારે ત્યારે તેઓ મને જુએ કે તરત આદર કરતા, વસ્ત્રાદિક વડે સત્કાર કરતા, આસનાદિક વડે સન્માન કરતા, હેતથી બોલાવતા, વળી કેઈક વારતે પોતાના આસન માંથી અર્ધા આસન પર બેસવાનું કહેતા. તેમજ મારા મસ્તકને સુંઘી મા મસ્તક પર હાથ ફેરવતા. પરંતુ આજે અત્યારે તેમાંનું કંઈ પણ કરતા નથી, તેનું કારણ મારાપર અભાવ થયો એમ ન હોય, પણ તેઓ ઉંડા વિચારમાં છે. તે તેનું કંઈ પણ કારણ હેવું જોઈએ અને તે તેમના મુખેથી મારે જાણું લઈને તેમના વિચાર પાર પાડવા ને પ્રયાસ કરવો જોઈએ.
અહીં અભયકુમારની ઉત્તમતાને તથા તેમની રહેણીકહેણીને ખ્યાલ આવે છે. પોતાના પિતા ઉપર પોતાને કેટલે ભાવ છે અને પિતાનું સન્માન કેટલું રાખે છે, તેમજ તેમની તરફ પૂજ્યભાવ પણ કેટલું છે તે જણાઈ આવે છે. પિતે સ્નાન કાર્ય અને ગ્રહ દેવતાના પૂજન આદિ કાર્યથી પરવારી બીજા કામ કરતા પહેલાં પિતાને નમસ્કાર કરવા આવે છે એ પુત્ર ધર્મ છે ન કહેવાય. તે સાથે પિતાજી. પિતાને આદર આપતા નથી, અરે બેલાવતા પણ નથી, છતાં પોતાના મનમાં કઈ પણ કુશંકા કે પિતા તરફ અભાવ ન લાવતાં ઉલટા મનમાં વિચાર કરવા લાગ્યા કે પિતાજી અત્યારે કંઇક પણ માનસિક દુઃખના લીધે ઉંડા વિચારમાં પડેલા છે, ને તે જ કારણથી મને બોલાવતા નથી. પણ મારે પુત્ર તરીકેને ધર્મ છે કે તેમના મને ગત વિચારો જાણું તેમનું થતું દુઃખ ઓછું કરવું જોઈએ. એમ વિચારી શ્રેણિક રાજાની પાસે આવ્યા અને બે હાથ જોડી. મસ્તક નમાવી જય, વિજય શબ્દો વડે વધાવી વંદન કર્યું અને કહેવા લાગ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com