________________
૧
મુલ્યવાન વસ્ત્રો, ગંધ, માળા, અલંકારવડે સત્કાર કર્યો, અને તેમની આખી જીંદગી ચાલે એટલું વિપુલ દ્રવ્ય આપી સંતોષ પમાડી વિદાય કર્યા.
- ત્યાર પછી શ્રેણિક રાજા પોતાના આસનેથી ઉડી જ્યાં ધારણીદેવી બેઠાં છે, ત્યાં આવી સ્વપ્ન પાઠકે કહેલી હકીકત (તેમણે સાંભળી હતી તે છતાં ફરીને) કહી અને વારંવાર તેની અનુમોદના કરવા લાગ્યા.
પ્રકરણ ચોથું. ત્યાર પછી ધારણીદેવી શ્રેણીક રાજા પાસેથી સ્વપ્નનું ફળ સાંભળી હષ્ટ તુષ્ટ થઈ હદયના વિષે ધારણ કરી પોતાના વાસ ગૃહમાં આવ્યાં, અને ત્યાં સ્નાન કરી બળી કર્મ કરી વિપુલ ભોગને ભોગવતાં વિચરવા લાગ્યાં.
ત્યાર પછી ધારણું દેવીને બે માસ પૂર્ણ થયા પછી ત્રીજો માસ બેઠે તે ગર્ભના દેહદને કાળ હોઈ અકાળે મેઘને દેહદ ઉત્પન્ન થયો. તે એવો થયો કે આકાશમાં મેઘ ઉત્પન્ન થયા હેય, તે મેધ વૃદ્ધિ પામતો હોય, ગગન મંડળને વ્યાપવા વડે ઉન્નત થએલો હોય, વરસવાની તૈયારીમાં હય, ગરવ કરતો હોય, વીજળીઓ ચમકારા કરી રહી હોય, ઝીણું ઝીણું ફરફર આવતી હોય, ધીમેધીમે ગાજતે હોય, તેમજ અગ્રવડે શોધેલું રૂષાનું પતરૂ, અંકે રત્ન, શંખ, ચંદ્ર, કુંદનું પુષ્પ અને ચોખાને આટો એ સર્વેના જેવી કાંતીવાળે એટલે વેતવર્ણવાળા તથા ચિકુર નામનો રંગ, હડતાલને કકડે, ચંપકનાં ૫૫, સુવર્ણ, રંટનાં પુષ્પ, સરસવનાં પુષ્પ અને કમળની રજ જેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com