________________
૧૭
અંધકારના વિનાશ થવા લાગ્યા. બાળ આતપરૂપી કવર્ડ સ વલાક ન્યાસ થયેા હાય તેવા દેખાવ થયા. નેત્રના વિષયને પ્રચાર થવાથી સ્પષ્ટ રીતે વિકાસ પામતા લેાક દેખાવા લાગ્યા. સરાવરાદિકમાં રહેલાં કમળાને વિકસ્વર કરનાર, ઉદયની પછીની અવસ્થા પામેલા હજાર કિરણાવાળા અને દિવસને કરનારા સૂર્ય` તેજવડે જાજ્વલ્યમાન થયા, ત્યારે શ્રેણિકરાજા શય્યામાંથી ઉભા થયા.
શય્યામાંથી ઉઠીને કસરત કરવાની શાળામાં ગયા ને વિવિધ પ્રકારે કસરત કરી શરીરને શ્રીત કર્યું. પછી શતપાર્ક, સહસ્રપાક આદિ સુગંધીદાર તેલા વિગેરે કે જે શરીરના બળને, સર્વ અંગ ઉપાંગને બળ આપનાર અને જઠરાગ્નિને પ્રદિપ્ત કરનાર હાઇ શરીરે મર્દન કરાવ્યું. તેલ ચાલ્યા પછી હાથ પગના સુંવાળા તળીઆ વાળા, મર્દન કરવાની કળાવાળા, દક્ષ, પ્રષ્ટ, કુશળ, મેધાની, નિપુણ આદિ ગુણાને ધારણ કરનાર પુરૂષા પાસે શ્રેણીક રાજાએ મર્દન કરાવ્યું. કસરત કરવાની જગ્યાએથી બહાર આવી મંજનગૃહ—સ્નાન કરવાના ઘરમાં દાખલ થયા, અને ણુ અને રત્નાની રચના વડે ચિત્રવિચિત્ર સ્નાન કરવાના બાજઠ ઉપર સુખેથી ખેડા. પછી પવિત્ર સ્થળેાએથી મંગાવેલા, પુષ્પા અને સુગંધિત પદાર્થોંથી મિશ્રિત કરેલા જળવડે રાજાએ સ્નાન કર્યું. સ્નાન કર્યાં પછી રક્ષાપાટલી વગેરે સેંકડા કૌતુક વડે કલ્યાણકારક મંગળ કરવામાં આવ્યું. આવી રીતે શ્રેષ્ટ સ્નાન કર્યો પછી પક્ષીની પાંખ જેવું સુક્ષ્મ અને કામળ સુગંધવાળા અને કષાય રંગથી ર ંગેલા વસ્ત્ર–ટુવાલ વડે શરીરને લુછવામાં આવ્યું. ત્યાર પછી સ્વચ્છ કારાંનવાં અને ઘણાં મુલ્યવાળાં વસ્ત્ર પહેર્યાં. ગેાશિષચંદનવડે શરીરે વિલેપન કર્યું. મણુિ અને સુવર્ણના ઘણા અલંકારા ત્રણસરા, નવસા, અઢારસરા, એવા હારા, કંદોરા, બાજુબંધ વગેરે પહેર્યાં.
ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com