________________
તે શ્રેણિક રાજાને આગળ જણાવેલી રાણીઓમાં ધારણ નામની એક રાણી હતી, તે ધારણ શણ રાજાને નંદા અને ચેલણ જેટલીજ પ્રિય હતી. તે ધારણું રાણુ રાજા સાથે આલેકનાં સર્વ પ્રકારનાં ભોગવી શકાય તેટલાં શારીરિક અને માનસીક સુખ ભોગવવામાં તલ્લીન થઈ પોતાને સંસાર સુખે સુખે ગુજારી રહી હતી..
ધારણદેવી એકદા પ્રસ્તાવ શયન ખંડમાં સુતેલી છે તે શયન ખંડ કેવો છે? ઘરની બહારના ભાગમાં છકાષ્ટનું આલંદક નામનું દ્વાર હતું. તથા સુંદર, કમળ અને વિશિષ્ટ સંસ્થાન–આકારવાળા થાંભલા તેને હતા. તથા ઉચે ઉભી રહેલી શ્રેષ્ઠ પુતળીઓ ચીતરેલી હતી તેમજ ઉજવલ ચંદ્રકાંતાદિક મણિઓ, સુવર્ણ અને કર્કીતનાદિક રત્ન જડેલાં શિખરે તે સયનગૃહને હતાં, તેમજ તેમાં પારેવાને બેસવાનાં સ્થાન કરેલાં હતાં, તથા જાળી, માળી, પગથી તથા બારણાની પાસે મુકેલા ટોડલા તથા ઘરના બીજા ભાગે; અગાશી એ સર્વે ઘરના ભાગોની રચના ઘણી સુંદર હતી. તેને અંદરથી તેમજ બહારથી સુંદર રંગે કરેલા હતા. અંદર સુંદર ચિત્રો ચીતરેલાં હતાં. જેનું તળીઉ વિવિધ પ્રકારનાં મણિ અને રત્નથી. બાંધેલું છે. તેમાં વિવિધ ચિત્રોથી ચીતરેલી સીલીંગ જડેલી છે. જેના દ્વાર પ્રદેશમાં માંગલીક શ્રેષ્ઠ સુવર્ણના કળશ ચંદનાદિકવડે પૂજેલા અને મુખ ઉપર સરસ પવડે આાદિત કરીને ગોઠવેલા છે. પ્રતર નામના સુવર્ણના અલંકારનાં તેમજ મોતીની માળાઓવાળા તેરણો બાંધેલાં છે. સુગંધી અને ધમળ પુષ્પવડે શયા પાથરેલી છે. શયનખંડમાં કપુર, લવિંગ, મલયાચળ પર્વતનું. ચંદન, કાળાગુરૂ, ઉત્તમ કંક, તુરષ્ક એ સર્વ પ્રકારને ધૂપ ઉખવાથી અંદર મહેક મહેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com